તમિલનાડુ અને ગુજરાતના કલાકારોનું હસ્તકલા કારીગરીનાં પ્રદર્શનને લઇને મુલાકાતીઓમાં ઉત્સાહ
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ફક્ત બે પ્રદેશોના બાંધવોનો જ સંગમ નથી પરંતુ બે પ્રદેશોની કલા અને સંસ્કૃતિનો પણ અનોખો સંગમ છે. સોમનાથ સાગર દર્શનના પથિકા પરિસરમાં યોજાઈ રહેલા ઉત્સવમાં ગુજરાત અને તમિલનાડુના ૬૫ કલાકારો-કારીગરોની કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ શરુ રહ્યું છે.

આ પ્રદર્શનમાં અમદાવાદના કલાકાર સલીમ શેખે ૩,૨૦૦ ખીલીઓમાંથી તૈયાર કરેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની છબીએ ભારે આકર્ષણ જમાવ્યું છે. પેન્સિલ અને દિવાસળીની કલાકૃતિ તૈયાર કરવાં માટે જાણીતા સલીમ ભાઈ શેખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આબેહૂબ કલાકૃતિ તૈયાર કરી છે.
તેમણે જણાવ્યુ કે, મેં ક્યાંયથી પણ કલાની તાલીમ મેળવી નથી. હું જાતે જ અવનવી કલાકૃતિઓ બનાવું છું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ કૃતિ તૈયાર કરતા મને ૨૨ દિવસ જેટલો સમય થયો હતો. આ કૃતિ દ્વારા હું મારી કલા તેમને સમર્પિત કરુ છું.'
સલીમ ભાઈ શેખે પેન્સિલમાં કોતરણી કરીને બિલોરી કાચમાંથી જ જોઈ શકાય તેવી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની છબી પણ તૈયાર કરી છે, જે આ પ્રદર્શનમાં નિહાળી શકાય છે. અહીં આવતા મુલાકાતીઓમાં આ કૃતિ સાથે સેલ્ફી લેવાનું આકર્ષણ જોવાં મળી રહ્યું છે. અત્યાર સુધીમાં કાર્યક્રમમાં પધારેલા સર્વે મંત્રીઓ અને મહાનુભાવો દ્વારા પણ આ કૃતિમાં હસ્તાક્ષર કરી કલાના સાધક સલીમ ભાઈની કલાને બિરદાવવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
