'કોંગ્રેસની રાવણની સેનાએ ભાજપના હનુમાનથી ડરવું જ પડશે'
અમદાવાદ, 9 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તુલના વાંદરા સાથે કરનાર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કર્યું છે કે ' નરેન્દ્ર મોદીની સરખામણી વાંદરા સાથે કરવાથી ભારતીય જનતા પાર્ટીને માઠૂં કેમ લાગી રહ્યું છે? વાંદરાઓ તો રામના દૂત હતા. ભાજપને રામના દૂતથી આટલો વાંધો કેમ?'
જોકે અર્જુન મોઢવાડિયાના ટ્વિટ પર તેમના જ એક ફોલોવર્સે કોમેન્ટ કરી છે કે 'ઠીક છે... હવે કોંગ્રેસની સુરપંકા, રાવણ, કુંભકર્ણ અને મેઘનાથની સેનાએ ભાજપના હનુમાનથી ડરવું જ પડશે'

આ અંગે ભાજપે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું હતું કે 'કોંગ્રેસ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહી છે. મોદીની વાંદરા સાથેની સરખામણી એ મોદીનુ નહી પરંતુ સમગ્ર ગુજરાતનું અપમાન છે અને ગુજરાતની જનતા કોંગ્રેસને આનો જડબાતોડ જવાબ વિધાનસભાની ચૂંટણીમાં જરૂર આપશે. કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની માફી માગે.'
તેમણે જણાવ્યું હતું કે 'ગુજરાતનો આર્થિક વિકાસ, સુશાસન અને બિન ભ્રષ્ટાચાર તરીકે ઉભરી આવતા કોંગ્રેસ હતપ્રભ થઇ ગઇ છે. તેમની પાસે ચૂંટણી માટે કોઇ મુદ્દો રહ્યો નથી માટે તેઓ અભદ્ર વાણી ઉચ્ચારી રહ્યા છે.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
