અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમને પગલે સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બન્યો, માછીમારો માટે 3 નંબરનું સિગ્નલ
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાતાવરણ પલટાયું છે અને દરિયો તોફાની બનવાની શક્યતા છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ દરિયાકિનારાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌથી મહત્વની વાત એ છે કે, અમરેલી જિલ્લાના અગ્રણી બંદર એવા જાફરાબાદ બંદર પર હવામાન વિભાગ દ્વારા 1 નંબરનું સિગ્નલ હટાવીને તાત્કાલિક ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

આ ફેરફાર સૂચવે છે કે દરિયામાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની સંભાવના છે અને માછીમારો તેમજ દરિયાકિનારાના લોકોને ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.
ડિપ્રેશન સિસ્ટમને કારણે દરિયામાં ભારે કરંટ અને મોજાં ઉછળવાની સંભાવના હોવાથી જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યા બાદ માછીમારોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી આદેશ ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડે.
હાલમાં જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, ધારાબંદર અને શિયાળ બેટ જેવા સૌરાષ્ટ્રના મહત્વના દરિયાકાંઠા વિસ્તારોમાં દરિયામાં મોજાં ઉછળવાની શરૂઆત થઈ ચૂકી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આ તમામ વિસ્તારોમાં દરિયો આગામી કલાકોમાં વધુ તોફાની સ્વરૂપ ધારણ કરી શકે છે, જેના પગલે તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
તંત્ર દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ દરિયાકિનારાના વિસ્તારોથી દૂર રહે અને કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપીને માત્ર સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ









Click it and Unblock the Notifications
