ACB એ તલાટીને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો
ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં વધુ એક સફળતા મેળવતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના મહીસાગર યુનિટે એક તલાટી-કમ-મંત્રીને 5,000 ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
ઝડપાયેલા આરોપી અભિનંદન સંજયકુમાર પરમાર (૩૨) દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની ધધેલા-ઈટાવા ગ્રામ પંચાયતમાં વર્ગ-૩ના તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવે છે.

એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે આ છટકું ગોઠવાયું, કારણ કે આરોપી સત્તાવાર કાર્યવાહી અને વિકાસ કાર્યોના બિલો મંજૂર કરવા ગેરકાયદેસર લાંચ માંગતો હોવાનો આરોપ હતો.
એસીબીના જણાવ્યા અનુસાર, RCC રસ્તાઓ અને કોમ્યુનિટી ટોઇલેટના નિર્માણ માટે વહીવટી મંજૂરી અપાઈ હતી. આ કામો પૂર્ણ થયા બાદ ફરિયાદી CC ફોર્મ ભરવા, બાકી બિલો મંજૂર કરાવવા અને અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ કરવા આરોપીનો સંપર્ક કર્યો હતો. આ તલાટી-કમ-મંત્રીએ આ કાર્યો માટે 30,000 ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીએ હપ્તામાં 17,500 અને 2,000 રોકડા તેમજ બે વખત ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા 2,500 અને 500 એમ કુલ 22,500 પહેલેથી મેળવ્યા હતા. આરોપીએ વધારાના 5,000 ની માંગણી કરતા, ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. ૨૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન, ઝાલોદ બસ સ્ટેશનના મુખ્ય ગેટ બહાર ચાની લારી નજીક પંચ સાક્ષીઓની હાજરીમાં આરોપીએ ફરિયાદી પાસેથી 5,000 ની લાંચ સ્વીકારી હતી. આ લાંચની રકમ આરોપી પાસેથી ઘટનાસ્થળે કબજે કરાઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
