ગુજરાત પર વધુ એક આફત, અરબી સમુદ્રમા આકાર લઈ રહ્યુ છે વાવાઝોડું જવાદ!
ગુજરાત પર ચક્રવાતી તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. તેનું કારણ અરબી સમુદ્રમાં ઉછળતા ઊંચા મોજા છે. ભારતીય હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગ વતી આજે કહેવામાં આવ્યું છે કે, ચક્રવાત 'જવાદ' આકાર લઈ રહ્યું છે.
અમદાવાદ : ગુજરાત પર ચક્રવાતી તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. તેનું કારણ અરબી સમુદ્રમાં ઉછળતા ઊંચા મોજા છે. ભારતીય હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગ વતી આજે કહેવામાં આવ્યું છે કે, ચક્રવાત 'જવાદ' આકાર લઈ રહ્યું છે. જેના કારણે ઉત્તર ભારતમાં પણ હવામાનની પેટર્ન બદલાશે. તેનાથી ગુજરાત, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર કોંકણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિમાં NDRFની ટીમો રવાના કરવામાં આવી છે.

આ વર્ષે ચક્રવાત તોકતેના કારણે ગુજરાતમાં હજારો કરોડનું નુકસાન થયું છે. હજારો ઝૂંપડપટ્ટીઓ અને મકાનો ધરાશાયી થયા હતા. લાખો વૃક્ષો અને ખેડૂતોનો પાક બરબાદ થયો હતો. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોને વિસ્થાપિત થવું પડ્યું હતું. ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા. 17-18 મે દરમિયાન ચક્રવાતી તોફાન પશ્ચિમ-મધ્ય ગુજરાતમાંથી રાજસ્થાન તરફ આગળ વધ્યું હતું. જેના કારણે 17 જિલ્લામાં ભારે વરસાદ થયો અને જોરદાર તોફાન આવ્યું, જેના કારણે હજારો ઝૂંપડપટ્ટીઓ ઉડી ગઈ.
આ વાવાઝોડામાં પાટણમાં પણ મહિલાનું મોત થયું હતું. ચક્રવાત સમયે મહિલા તેના પરિવાર સાથે પલંગ પર બેઠી હતી. તે સમયે ઘરની બહાર વીજ પોલ પડી ગયો હતો. વાંસદા તાલુકાના કાંધા ગામમાં એકલવ્ય કુમાર છાત્રાલયના 150 જેટલા પતરા ઉડી ગયા હતા. બાદમાં આ આફત પર મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે ચક્રવાતે રાજ્યમાં ઘણું નુકસાન કર્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચક્રવાતી વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના ફોટા અને વીડિયો સામે આવ્યા હતા.
ચક્રવાતને કારણે ભારે વરસાદ થયો હતો, જેના કારણે ઘણા જિલ્લાઓમાં જનજીવન ખોરવાઈ ગયું હતું. રાજકોટમાં પણ વાવાઝોડાના કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થયા હતા અને ટીન-ટપ્પર ઉડવા લાગ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
