૬ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૦૫ વાગ્યા દરમ્યાન યોજાશે ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન
૧૮ જુલાઈના રોજ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ ભરવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અધિનિયમ, ૧૯૫૨ની કલમ-૪ની પેટા કલમ (૧) હેઠળ જાહેરનામું બહાર પાડવામ
૧૮ જુલાઈના રોજ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ ભરવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અધિનિયમ, ૧૯૫૨ની કલમ-૪ની પેટા કલમ (૧) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી, ૨૦૨૨ માટેના ચૂંટણી અધિકારી ઉત્પલ કુમાર સિંહ દ્વારા નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરનાર અથવા તેમના નામની દરખાસ્ત મૂકનાર કે ટેકો આપનારામાંથી કોઈપણ એક વ્યક્તિએ તેમનું ઉમેદવારી પત્ર જાહેર રજાના દિવસો સિવાય તા.૧૯મી જુલાઈ, ૨૦૨૨ પહેલા સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૦૩ વાગ્યાના સમયગાળા દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી, ૨૦૨૨ માટેના ચૂંટણી અધિકારી ઉત્પલ કુમાર સિંહને રૂમ નં.૧૮, ભોંયતળિયું, સંસદ ભવન, નવી દિલ્હી ખાતે જમા કરાવવાનું રહેશે. તેમની અનુપસ્થિતિમાં લોકસભા સચિવાલયના સંયુક્ત સચિવ અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી પી.સી. ત્રિપાઠી અથવા નિર્દેશકશ્રી રાજૂ શ્રીવાસ્તવને ઉમેદવારી પત્ર આપી શકાશે. ઉક્ત કચેરીમાંથી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદવારી પત્ર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઉમેદવાર જે સંસદીય મતદાર વિભાગમાં મતદાર તરીકે નોંધાયેલા હોય તેની મતદારયાદીમાં ઉમેદવારને લગતી નોંધની પ્રમાણીત નકલ ઉમેદવારી પત્ર સાથે જમા કરાવવાની રહેશે તથા દરેક ઉમેદવારે રૂ.૧૫,૦૦૦/- ની અનામત મુકવાની કે મુકાવવાની રહેશે. અનામતની રકમ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે ચૂંટણી અધિકારી પાસે રોકડ સ્વરૂપે મુકી શકશે. અથવા ભારતીય રિઝર્વ બેંક કે સરકારી તિજોરીમાં અગાઉથી અનામત તરીકે મુકી તેની રસીદ ઉમેદવારી પત્ર સાથે જોડવાની રહેશે. ત્યારબાદ તા.૨૦મી જુલાઈ, ૨૦૨૨ના રોજ સવારે ૧૧ વાગ્યે સંસદ ભવનના પહેલા માળે રૂમ નં.૬૨માં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અધિનિયમ, ૧૯૫૨ની કલમ-૫(ખ)ની પેટા કલમ (૪) હેઠળ નામંજૂર થયા હોય તે સિવાયના ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાંથી ઉમેદવારી પત્ર પાછું ખેંચવા અંગેની નોટીસ ચૂંટણી અધિકારી ઉત્પલ કુમાર સિંહને તા.૨૨મી જુલાઈ, ૨૦૨૨ના રોજ બપોરના ૦૩ વાગ્યા પહેલા આપવાની રહેશે. આ નોટીસ ઉમેદવાર ઉપરાંત ઉમેદવારે અધિકૃત કરેલા તેમની ઉમેદવારીની દરખાસ્ત મુકનાર કે ટેકો આપનાર પણ આપી શકશે. ત્યારબાદ તા.૦૬ ઓગસ્ટ, ૨૦૨૨ને શનિવારના રોજ સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૦૫ વાગ્યા દરમ્યાન નિયમાનુસાર નિયત કરવામાં આવેલ મતદાન સ્થળોએ મતદાન યોજાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
