આનંદીબેન અન્નપૂર્ણા બની ગુજરાતમાં પટેલ મુખ્યમંત્રીઓને મરાતું મ્હેણું ભાંગશે?
ગરવી ગુજરાતની ખમીરવંતી પ્રજા આમ તો નાના મોટા, વિકરાળ, ભયાનક કે તબાહી સર્જનારી તમામ આફતો સામે લડીને બેઠી થનારી પ્રજા છે. કોઇ પણ રાજ્યના વિકાસ કે રકાસમાં તેના મુખ્યમંત્રીનો ફાળો મહત્વનો ગણવામાં આવે છે. આ રીતે જોઇએ તો ગુજરાતમાં પટેલ મુખ્યમંત્રીઓની બોલબાલા રહી છે. આ કારણે ગુજરાતની ચડતી પડતી તેમને આભારી છે એમ કહી શકાય.
હવે સરકાર દ્વારા કરવામાં આવતા વિકાસને વાતને બાજુ પર મુકીએ તો કુદરતી સંજોગો પણ વિકાસની દિશા પલટી શકે છે. આ સંજોગોમાં ઘણીવાર માન્યતાઓ પણ જોડાય છે. ગુજરાતના શાસકો વિશે કેટલીક રસપ્રદ માન્યતાઓ છે.
અત્યારે વરસાદની મોસમ છે. ગુજરાતમાં છેલ્લા મહિનાથી વરસાદ હાથતાળી આપીને નાસી જાય છે. જેના કારણે દુષ્કાળની ભીતી સેવાયેલી હતી. હવે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેહુલો જામ્યો છે એટલે લોકોને રાહત થઇ છે. આ સાથે સોશિયલ મીડિયા પર ગુજરાતના મુખ્યમંત્રીઓ વિશેની માન્યતાનો એક સંદેશ વહેતો થયો છે.
આ સંદેશ મુજબ ગુજરાતમાં જેટલીવાર પટેલ મુખ્યમંત્રી બન્યા છે, ત્યારે રાજ્યને દુષ્કાળની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષે પણ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા છે. જો કે અપવાદ એ છે કે તેઓ પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે અને સાથે પટેલ પણ છે. હવે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં દુષ્કાળની સંભાવના ઘટી રહી છે.
સ્ત્રીને અન્નપૂર્ણા કહેવામાં આવે છે કારણ કે તે ઘરમાં દરેકને માટે અન્ન એટલે કે ભોજનની વ્યવસ્થા કરે છે. ગુજરાતના મહિલા મુખ્યમંત્રી પણ ગુજરાતના અન્નપૂર્ણા છે. તેમના રાજમાં અન્ન કેમ ખૂટે? આ કારણે શક્ય છે કે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રાજ્ય માટે અન્નપૂર્ણ બનશે. એટલું જ નહીં વર્ષોથી પટેલ મુખ્યમંત્રીઓને માણવામાં આવતું મ્હેણું પણ તેઓ ભાંગે એવી શક્યતા છે.
ગુજરાતમાં કયા પટેલ મુખ્યમંત્રીઓના શાસનમાં ક્યારે ક્યારે દુષ્કાળ પડ્યો તે જાણવા આગળ ક્લિક કરતા જાવ...

1
બાબુભાઇ જશભાઇ પટેલ
1956માં દુષ્કાળ

2
ચીમનભાઇ પટેલ
1972, 1973 અને 1974માં દુષ્કાળ

3
ચીમનભાઇ પટેલ
1986, 1987, 1988માં દુષ્કાળ

4
કેશુભાઇ પટેલ
1996, 1997માં દુષ્કાળ અને વર્ષ 2001માં ભૂકંપ

5
આનંદીબેન પટેલ
2014 ગુજરાત માટે અન્નપૂર્ણા સાબિત થશે?
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
