સસ્તા અનાજના દુકાનદારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ગુજરાત સરકારે રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોની સસ્ટેઈનેબિલિટી માટે એક સારો નિર્ણય કર્યો છે.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે માહિતી આપતા જણાવ્યુ કે, કહ્યું કે, રાજ્યમાં વાજબી ભાવની દુકાનો પૈકી જે દુકાનદાર કાયમી હોય, NFSA રેશનકાર્ડની સંખ્યા ૩૦૦ થી ઓછી હોય અને તેની પાસે અન્ય કોઈ નિયમિત દુકાનનો ચાર્જ ન હોય, આવી દુકાનો પૈકી જેમની દુકાનોમાં કમિશનની રકમ 20 હજારથી ઓછી થતી હોય તેવી દુકાનોને પોષણક્ષમ આવક મળી રહે તે માટે ઘટતી રકમ રાજ્ય સરકાર દ્વારા આપવાનો નિર્ણય લેવાયો છે.
તેમણે જણાવ્યુ કે, રાજ્યભરના વાજબી ભાવના દુકાનદારો દ્વારા નાગરિકોના હિતમાં આગામી તહેવારોને ધ્યાને રાખીને આજથી જ સસ્તા અનાજના જથ્થાનું વિતરણ નિયમિત રીતે ચાલુ કરવામાં આવશે.
આ સિવાય રવિવારે પણ દુકાનદારો અનાજ વિતરણની કામગીરી ચાલુ રાખે તેવી અપીલ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, રાજ્યના આવા દુકાનદારોને માસિક 20 હજારની આવક થઈ શકે તે માટે દુકાનદારોને મળતા કમિશનમાં રાજ્ય સરકાર તરફથી 20 હજાર સામે પડતી ફક્ત ઘટતી રકમ પુરતો વાર્ષિક ૩૫.૫૩ કરોડનો વધારાનો બોજો રાજ્ય સરકાર પર પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
