ખેડૂતોને પડતા પર પાટુની સ્થિતિઃ અમૂલ ડેરીએ દૂધના ભાવ ઘટાડ્યા
ખેડૂતોને પડતા પર પાટુની સ્થિતિઃ અમૂલે દૂધના ભાવ ઘટાડ્યા
રાજ્યમાં એક તરફ દુષ્કાળની પરિસ્થિતિ છે. રાજ્યના અનેક તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ત્યાં, ખાસ કરીને પશુઓ માટે ઘાસચારાની તંગી જોવા મળી રહી છે. ત્યારે, અમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યા છે. અમૂલના આ ભાવ ઘટાડા સામે પશુપાલકોમાં રોષની લાગણી ઉભી થઇ છે. પશુપાલકોને એકતરફ ઘાસચારો અને પશુદાણ મોંઘુ મળી રહ્યું છે. તો બીજી તરફ અમુલ ડેરી તરફથી ચાલુ વર્ષે સતત બીજી વખત દૂધભાવમાં ઘટાડો કરતા પશુપાલન મોંઘુ થઈ રહ્યું છે. પશુપાલન નિર્વાહ સામે દૂધના ભાવ ઘટતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પશુપાલકો આક્રોશ સાથે આ ભાવ ઘટાડાનો વિરોધ કરી રહ્યા છે. પોતાના પરિવારના ભોગે પશુપાલન કરીને ગુજરાન ચલાવતાં પરિવારજનોને દૂધના પોષણક્ષમ ભાવ મળી શકતા ન હોવાથી દૂધ ઉત્પાદન કરવું મુશ્કેલ પડી રહ્યું છે. પશુપાલકોને વેચાણથી ખોરાક લાવીને પશુઓને ખવરાવવો મોંઘો પડી રહ્યો છે ત્યાં, આ ભાવ ઘટાડો પશુપાલકોને પડ્યા પર પાટુ મારવા જેવી હાલત પેદા કરી રહ્યો છે.

ત્રણ માસમાં દૂધ ઉત્પાદકોને 8 થી 10 રૂપિયા ફટકો પડ્યો
મોંઘવારીમાં પશુપાલકોને દૂધના ભાવમાં વધારો કરી આપવાના બદલે અમૂલ ડેરીએ ભાવમાં ઘટાડો કર્યો છે. ત્યારે, પશુપાલકો માગણી કરી રહ્યા છે કે અમૂલના કર્મચારીઓના તગડા પગાર ઉપર કાપ મુકવામાં આવે અને પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપવામાં આવે. એક તરફ તૈયાર દૂધ અને દૂધની બનાવતો મોંઘા ભાવે વેચાઈ રહી છે અને પશુપાલકો પાસેથી સસ્તા ભાવે દૂધ ખરીદી કરીને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનું પશુપાલકોએ જણાવ્યું હતું.

દૂધમાં તોતિંગ ઘટાડો
અમૂલ ડેરી દ્વારા છેલ્લા સાડાત્રણ માસમાં દૂધના કિલો ફેટના ભાવમાં 70 રૂપિયાનો તોતીંગ ધટાડો કરાયો છે. 11મી નવેમ્બરથી દૂધના કિલો ફેટ વધુ એક વખત રૂપિયા 30 ઘટાડો કરીને રૂા.610 કરવામાં આવ્યો છે. જ્યારે ગાયના દૂધમાં એક કિલો ફેટે નવો ભાવ રૂા. 277.30 મુકવામાં આવ્યો છે. નવા ભાવ પ્રમાણે ગાય અને ભેસના દૂઘમાં સાડા ત્રણ માસમાં લીટરે રૂા. 8 થી 10નો ફટકો પશુપાલકોને પડ્યો છે. ત્રણ જિલ્લા ખેડા, આણંદ તથા મહિસાગર જિલ્લાના આશરે 4 લાખથી વધું પશુપાલકોને આ ઘટાડાની વ્યાપક અસર થવાની છે. આ ભાવ ઘટાડાના કારણે સેંકડો પરિવારોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહેશે.

વરસાદ ન થવાના કારણે પશુપાલકોની હાલત કફોડી બની
રાજયમાં વરસાદ ખેંચાતા 200 જેટલા જળાશયોમાં પાણીની નહીવત આવક થઈ હતી. તેમજ ઓછા વરસાદના કારણે મોંઘુ ખાતર અને બિયારણ લાવીને વાવેતર કરવા છતા ખેડૂતોના પાક નિષ્ફળ રહ્યાં હતા. પાણીના અભાવે ઉભો પાક બળી ગયો છે. જેના કારણે પશુઓને ઘાસચારો અને અનાજ નિરાણ કરવું કઠીન બની ગયું છે. આ ઉપરાંત પશુઓને પીવાના પાણીની પણ મુશ્કેલી ઉભી થતાં પશુઓના નિભાવ ખર્ચમાં વધારો થઇ ગયો છે. ત્યારે, અમુલ ડેરીએ ગેર વ્યાજબી રીતે કરેલો દૂધના ભાવનો ઘટાડો પરત ખેંચી દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ આપે તેવી માંગ પશુપાલકો કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
