અમરેલીમાંથી 2.91 કરોડની વ્હેલ માછલીની ઉલટી સાથે બે લોકો ઝડપાયા
અમરેલી પોલીસે વ્હેલ માછલીની ઉલટી સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ બે શખ્સો પાસેથી 2.91 કરોડની કિંમતની 2.91 કિલોગ્રામ ઉલટી જપ્ત કરાઈ છે.
બાતમીના આધારે અમરેલી LCBની ટીમે શહેરના સેન્ટર પોઈન્ટ વિસ્તારમાં વોચ ગોઠવીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસને કેટલાક શખ્સો કિંમતી વ્હેલ માછલીની ઉલટીનું વેચાણ કરવા માટે ગ્રાહકની શોધમાં કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે અને ઉલટીના ત્રણ ટુકડા જપ્ત કર્યા છે.
આરોપીઓએ જણાવ્યું કે તેમને આ ઉલ્ટી તળાજાના રાજપરા ગોપનાથના દરિયાકિનારેથી મળી હતી. તે માછીમારી કરવા ગયા હતા ત્યારે આ વસ્તુ તેમના હાથ લાગી.
અમરેલી પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વન વિભાગને જાણ કરી છે. આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે શું આ શખ્સો કોઈ મોટા નેટવર્ક સાથે સંકળાયેલા છે કે કેમ.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
