કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે બોર્ડર સિક્યોરિટી ફોર્સ મૂરિંગ પ્લેસના ભૂમિપૂજન
કચ્છ જિલ્લાના લખપત તાલુકાના કોટેશ્વર ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે બોર્ડર સિક્યોરિટી ફોર્સ કોટેશ્વર મૂરિંગ પ્લેસના ભૂમિપૂજન અને ચીડીયા મોડ- બીઆર બેટ લિંક રોડનો ઈ- લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત, ૧૧૬૪ બીઓપી ખાતે નવનિર્મિત અત્યાધુનિક ઓપી ટાવરનું ઈ-લોકાર્પણ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વૃક્ષારોપણ કરીને કોટેશ્વર ખાતે નવનિર્મિત થનારા મૂરિંગ પ્લેસનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઉપસ્થિત રહીને બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને બિરદાવીને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.

રાષ્ટ્રીય સુરક્ષાનો મહત્વનો કાર્યક્રમ ગણાવીને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે કોટેશ્વર ખાતેથી બોર્ડર સિક્યોરિટી ફોર્સની માળખાકીય સુવિધાઓમાં વધારો કરતા ત્રણ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. કોટેશ્વર ખાતે રૂ. ૨૫૭ કરોડના ખર્ચે મૂરિંગ પ્લેસના નિર્માણથી બોર્ડર સિક્યોરિટી ફોર્સની દરિયાઈ પાંખને નવીન સુવિધાઓ પ્રાપ્ત થશે. રૂ.૩ કરોડના ખર્ચે અત્યાધુનિક ઓપી ટાવરના નિર્માણથી હરામી નાળા સહિતના આંતરરાષ્ટ્રીય બોર્ડરના સંવેદનશીલ વિસ્તારોમાંથી જવાનો ચોક્સાઈથી નિરીક્ષણ કરી શકાશે. વધુમાં કેન્દ્રિય ગૃહમંત્રીએ ઉમેર્યું કે, વિષમ પરિસ્થિતિમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને સીમાની સુરક્ષા કરવાની કામગીરી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જોકે, હવે રૂ.૧૦૦ કરોડથી વધારે ખર્ચથી ચીડીયા મોડ- બીઆર બેટ લિંક રોડ તૈયાર થઈ ગયો હોવાથી વધારે સુગમતાથી જવાનો પેટ્રોલીંગ, સામાનની હેરફેર અને સીમા સુરક્ષાને લગતી મહત્વની કામગીરી કરી શકશે. દુર્ગમ રણ અને ક્રીક જેવા વિષમ વિસ્તારમાં કાયમી માળખાકીય સુવિધાઓ વિકસાવી સરકાર દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે.
મંચ પરથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોનો જુસ્સો વધારતા કહ્યું કે, વિષમ પરિસ્થિતિમાં જવાનો દેશની રક્ષા કરે છે તેની દરકાર સરકાર કરી રહી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો દેશની સીમા પર સુરક્ષાની કામગીરી વધારે સક્ષમતાથી કરી શકે તે માટે જરૂરી પ્રાવધાન કરીને બજેટની ફાળવણી કરવા શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બોર્ડર સિક્યોરિટી ફોર્સની કામગીરીને બિરદાવીને કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉમેર્યું કે, બીએસએફ આજે જળ, જમીન અને આકાશ એમ ત્રણેય જગ્યાએ હાજર રહીને દેશને સુરક્ષિત રાખવાની મહત્વની જવાબદારી નિભાવી રહ્યું છે. દુર્ગમ રણ હોય, ખીણ હોય, પહાડો હોય કે પછી ક્રીક હોય કોઈપણ જગ્યાએ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ વિષમ ભૌગોલિક પરિસ્થિતિને જોઈ નથી. બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોની આંખ ફક્ત દુશ્મન ઉપર જ હોય છે.
કેન્દ્રિય ગૃહમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશનો દરેક નાગરિક વીર શહીદોના બલિદાનને યાદ કરીને તેમને નમન કરી રહ્યો છે. દેશના નાગરિકોને બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો કેવી વિષમ પરિસ્થિતિમાં સરહદી સુરક્ષાની કામગીરી કરે છે તેની જાણકારી મળે એ હેતુથી નડાબેટ ખાતે પ્રદર્શની બનાવવામાં આવી છે. દેશની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાશ રહી ન જાય તેનું ધ્યાન સરકાર રાખી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કોટેશ્વર મૂરિંગ પ્લેસના નિર્માણથી બોર્ડર સિક્યોરિટી ફોર્સના આંતરરાષ્ટ્રીય બોર્ડર સર્વેક્ષણ હેતુ ઉપયોગમાં લેવામાં આવતી વેસલ-જહાજોનો યોગ્ય રીતે રખરખાવ કરી શકશે. આ ઉપરાંત, કોટેશ્વર મૂરિંગ પ્લેસ ખાતે જેટીનું નિર્માણ, રહેણાંક આવાસો, ઓપરેશન એરિયા, કેન્ટીન, બોટ રિપેરિંગ વર્કશોપ, હેલિપેડ, બાઉન્ડ્રી વોલ સહિતની મરીન માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેની મદદથી બોર્ડર સિક્યોરિટી જવાનો કુશળતાથી સીમાનું રક્ષણ કરી શકશે. ૧૧૬૪ ઓપી ટાવર ખાતે અત્યાધુનિક સર્વેલન્સ કેમેરા, ૮-૧૦ જવાનોની રહેવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. કચ્છની ધરતી ઉપર કેન્દ્રિય ગૃહમંત્રીને આવકાર આપીને સ્વાગત પ્રવચન કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડીજી નીતિન અગ્રવાલે જણાવ્યું હતું કે, આ નવી સુવિધાઓ સાથે જવાનો ખૂબ ચોકસાઈપૂર્વક સરહદની સુરક્ષા કરી શકશે. જવાનોની ચિંતા કરીને વિવિધ માળખાકીય સુવિધાઓની ભેટ આપવા બદલ અગ્રવાલે કેન્દ્રિય ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, બોર્ડર સિક્યોરિટી ફોર્સના વિશેષ નિર્દેશક પી.વી. રામશાસ્ત્રી, કેન્દ્રિય ગૃહસચિવ અજયકુમાર ભલ્લા, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા, પ્રાંત અધિકારી ડૉ. મેહુલ બરાસરા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, બીએસએફ જવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
