અમિત શાહે આણંદમાં NCDFI મુખ્યાલયનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી આણંદમાં નિર્માણ પામનાર નેશનલ કો-ઑપરેટિવ ડેરી ફેડરેશન ઑફ ઇન્ડિયા (NCDFI)ના મુખ્યાલયનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમ દરમિયાન ઈ-માર્કેટ પ્લેટફૉર્મ મારફતે વિવિધ ડેરી ઉત્પાદનો અને કૃષિ ઉપજોનો વેપાર કરનારા અને સેવાઓ પૂરી પાડનારા ડેરી સહકારી મંડળીઓના હિતધારકોના પ્રયાસોને સન્માનિત કરતા NCDFI ઈ-માર્કેટ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યાં હતાં. ભારતના ૨૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૩૭ વિજેતા સંગઠનોને આ અન્વયે આ પુરસ્કારો એનાયત કરાયા.

NCDFI મુખ્યાલયના શિલાન્યાસ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, ભારતે આજે વિશ્વ સમક્ષ ડેરી અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અનેક બહુઆયામી લક્ષ્ય સિદ્ધ કર્યા છે.
સહકારી ડેરી ઉદ્યોગથી માત્ર દૂધ ઉત્પાદક જ નહિ, પરંતુ સમગ્ર સમાજ, ગામ અને કૃષિ ક્ષેત્રને પણ અનેક લાભ મળે છે. તેમણે સહકારી ડેરીના લાભ ગણાવતા કહ્યું હતું કે, દરેક ગામ, દરેક જિલ્લા અને રાજ્યોમાં પણ દૂધ સંઘો કાર્યરત હોવાથી ગામડાના દૂધ ઉત્પાદકોને દૂધ સંઘ મારફત દૂધના પોષણક્ષમ ભાવ મળે છે, અને તેમનું શોષણ થતું અટકે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, સહકાર ક્ષેત્રથી માત્ર દૂધના પોષણક્ષમ ભાવ જ નહિ, પરંતુ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો દ્વારા પશુઓની નસલ સુધારા, પશુ આરોગ્ય અને પશુ સારવારની પણ ચિંતા કરવામાં આવે છે. આ સાથે જ કુપોષિત બાળકોને પોષણયુક્ત દૂધ પહોંચાડીને સહકારી ડેરીઓ પોષણ અભિયાનમાં પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
તેમણે અમદાવાદ જિલ્લાની સહકારી ડેરીનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા દૂધ સંઘ દ્વારા સગર્ભા માતાઓને લાડુ વિતરણ કરવામાં આવે છે. જેથી તેઓ કુપોષણ મુક્ત બાળકને જન્મ આપી શકે.
ગુજરાતથી શરુ થયેલી શ્વેત ક્રાંતિનો સાચો શ્રેય ગામડામાં પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલી બહેનોને જાય છે. તે સમયે ડેરી અને ડેરી ટેકનોલોજીની કલ્પના પણ નહોતી, એ પ્રકારની ડેરી વ્યવસ્થા અને પરિસ્થિતિનું આજે રાજ્યમાં સર્જન થયું છે.
આજે દેશભરમાં ગુજરાત સહકારી ડેરી ક્ષેત્રે રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. ભારતનું દરેક ગામ દૂધ ઉત્પાદનમાં અગ્રેસર બને અને ગામડે-ગામડે દૂધ સંઘો શરુ થાય તે માટે વિવિધ રાજ્યોની સહકારી ડેરીને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના (NDDB) માધ્યમથી જોડવાનું કામ શરુ કર્યું છે.
તેમણે કહ્યું કે, આજે વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારત ૨૪ ટકા યોગદાન સાથે પ્રથમ છે અને છેલ્લા ૮ વર્ષમાં ભારતના દૂધ ઉત્પાદનમાં ૫૧ ટકાનો માતબર વધારો થયો છે. જેમાં ગુજરાતનું યોગદાન પણ મહત્વપૂર્ણ છે.
રાજ્યમાં ૧૯૪૬માં એક ડેરીએ દૂધ ઉત્પાદકોનું શોષણ કર્યું અને પરિણામે એક વિરાટ આંદોલન બાદ શ્વેત ક્રાંતિની શરૂઆત થઇ. તે જ સમયે અમૂલ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડનો પણ ઉદય થયો.
આજે એ જ અમૂલનું ટર્ન ઓવર ૭૦ હજાર કરોડ છે અને અમૂલ ડેરી રોજનું ૪૦ હજાર લીટર દૂધ પ્રોસેસ કરે છે. માત્ર અમૂલ જ નહિ, ગુજરાતમાં ડેરી ક્ષેત્રમાં આજે અનેક પ્રતિષ્ઠિત બ્રાંડ પોતાનું યોગદાન આપી રહી છે. ગુજરાતની દરેક ગરીબ મહિલાને આત્મનિર્ભર બનાવવા સહકારી ડેરીઓ તરફથી અનેક પ્રયાસો થઇ રહ્યા છે.
તેમણે કહ્યું કે, વર્ષોથી આ તમામ સહકારી ડેરીઓને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ NCDFI કરે છે. NCDFI હવે આણંદ નજીક આવેલા વઘાસી ગામમાં ૭૦૦૦ ચો.મી. જમીન પર પોતાના નવા કાર્યાલય બનાવવા જઈ રહ્યુ છે, જે સૌર ઊર્જા સંચાલિત હશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં પણ ખુબ જ વધારો આવ્યો છે. વિશ્વના અનેક દેશોએ ભારતની ઓનલાઈન પેમેન્ટ સીસ્ટમને આવકારી છે. ત્યારે અમિત શાહે NCDFI ને અનુરોધ કર્યો કે, પશુપાલન, દૂધ ઉત્પાદન અને ડેરી ક્ષેત્રે પણ વધુમાં વધુ ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ થાય. જેને માટે સરકાર દ્વારા દરેક ખેડૂતને RuPay કાર્ડ આપવાની પણ કામગીરી શરુ કરી દેવામાં આવી છે.
તેમણે બનાસકાંઠાનું ઉદાહરણ આપતા કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના ૯૧ ટકા ખેડૂતોને RuPay કાર્ડ આપવામાં આવ્યા છે. અંતમાં કેન્દ્રીય સહકાર મંત્રીશ્રીએ NDDB અને NCDFIને વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રહ્યું કે, સરકારની વિઝનરી લીડરશીપને પરિણામે દેશમાં આઝાદીના દશકો બાદ પ્રથમ વાર અલગ સહકારીતા મંત્રાલય શરૂ થયું છે. એટલું જ નહીં, આ મંત્રાલયની જવાબદારી પણ સહકાર ક્ષેત્રના અગ્રણી અને સબળ નેતૃત્વ કર્તા અમિત શાહને સોંપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શ્રી અમિતભાઈના નેતૃત્વ અને કુશાગ્ર માર્ગદર્શનમાં દેશના કો-ઓપરેટીવ સેક્ટરમાં નવા સોપાનો સર થઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, કૃષિ અને પશુપાલન દેશના અર્થતંત્રનો મજબૂત પાયો છે અને દૂધ ઉત્પાદન ક્ષેત્ર તેમાં અગ્રેસર છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા ધરાવતું અર્થતંત્ર છે તેને આપણે ત્રીજા સ્થાને પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે.
વિકાસની આ યાત્રામાં પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી અને પશુપાલન-દૂધ ઉત્પાદનના વધુ વ્યાપક વિકાસ પર આપણે ફોકસ કરવું છે એમ શ્રી ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, NCDFIનું નવું ભવન ખેડૂતો-પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા, નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિઓની તાલીમ આપવામાં ભવિષ્યનું પ્રવૃત્તિ કેન્દ્ર બનશે.
તેમણે માસ પ્રોડક્શનને બદલે પ્રોડક્શન બાય માસ એ ગુજરાતના ડેરી ઉદ્યોગની આગવી ઓળખ છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાનશ્રીના ડિજિટલ ભારતને વેગ આપતાં રાજ્યમાં ૨૫ લાખ જેટલા દૂધ ઉત્પાદકોને રોજના અંદાજે ૧૫૦ કરોડ રૂપિયા DBTથી ઈ-ટ્રાન્સફર દ્વારા ચૂકવવામાં આવે છે.
ડેરી સેક્ટરને ડિજિટલ પ્લેટફોર્મ પર લઈ જઈને ઈ-માર્કેટથી ઇફેક્ટિવ પ્રાઇસ સાથે બલ્ક પર્ચેઝ અને રિસોર્સ યુટીલાઈઝેશનને વધુ સરળ બનાવવા અંગે તેમણે NCDFIની પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.
સૌના સાથ, સૌના વિકાસના ધ્યેય અને સહકારિતાની ભાવના વધુ સુદ્રઢ બનાવી દૂધ ઉત્પાદન-વેચાણમાં અમૃતક્રાંતિથી વડાપ્રધાનશ્રીએ આપેલા વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રીશ્રીએ આ તકે આહવાન કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
