leader of the MLA party : અમિત ચાવડા બન્યા ધારાસભ્ય દળના નેતા, કોંગ્રેસે સોંપી જવાબદારી
leader of the MLA party : 46 વર્ષીય અમિત ચાવડા મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાંથી પાંચ વખત ધારાસભ્ય છે. તેમણે 2018 અને 2021 વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
leader of the MLA party : ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા મંગળવારના રોજ અમિત ચાવડાને ધારાસભ્ય દળના નેતા તરીકે નિમવામાં આવ્યા છે. આ સાથે શૈલેષ પરમારને ઉપનેતા બનાવવામાં આવ્યા છે. અમિત ચાવડા આ પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરજ આપી ચૂક્યા છે.

આ અંગે જાણકારી અખિલ ભારતીય કોંગ્રેસ કમેટી (AICC) ના મહાસચિવ કે સી વેણુગોપાલ દ્વારા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરને લખેલા પત્રમાં સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા સચિવાલયે તાજેતરમાં કોંગ્રેસને 19 જાન્યુઆરી પહેલા ગૃહમાં તેમના નેતાની નિમણૂક કરવા જણાવ્યું હતું.

પાંચ વખત ધારાસભ્ય રહ્યા છે અમિત ચાવડા
46 વર્ષીય અમિત ચાવડા મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાંથી પાંચ વખત ધારાસભ્ય છે. તેમણે 2018 અને 2021 વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અમિત ચાવડાએ આણંદની આંકલાવ બેઠક પર જીત મેળવી હતી. આ ચૂંટણીમાં તેમણે ભાજપના ગુલાબસિંહ પઢિયારને હરાવ્યા હતા.

શૈલેષ પરમારને બનાવ્યા ઉપનેતા
બીજી તરફ ગૃહમાં ઉપનેતા બનેલા શૈલેષ પરમારની વાત કરીએ, તો તેઓ ગયા વર્ષે અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી ચોથી વાર ચૂંટણી જીત્યા હતા. અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પર શૈલેષ પરમારે ભાજપના નરેશ વ્યાસને હરાવ્યા હતા.

ચૂંટણીમાં ભાજપે નોંધાવી હતી ઐતિહાસિક જીત
ગયા મહિને 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી ભાજપે 156 બેઠકો જીતી હતી. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ 17 બેઠકો સાથે બીજા ક્રમે છે.
આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી, જ્યારે ત્રણ બેઠકો અપક્ષને ગઈ હતી. બાકીની એક બેઠક પર સમાજવાદી પાર્ટીએ જીત મેળવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
