અંબાલાલ પટેલની ઠંડી અને માવઠાને લઈ મોટી આગાહી, ગુજરાતમાં આજથી 8 ડિસેમ્બર સુધી વાદળછાયા વાતાવરણની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી: 6થી 8 ડિસેમ્બર વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે. 8થી 18 ડિસેમ્બર વચ્ચે સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠું થવાની સંભાવના, 27 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડીનો ચમકારો વધશે.

Weather News: ગુજરાતમાં શિયાળાના પ્રારંભ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં આજથી 8 ડિસેમ્બર, 2025 સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ બદલાવનું મુખ્ય કારણ પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં સર્જાઈ રહેલી સિસ્ટમ છે.
ડિસેમ્બરમાં માવઠાની સંભાવના
અંબાલાલ પટેલના મતે, ડિસેમ્બર મહિનામાં ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે.
- વાદળછાયું વાતાવરણ: 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ અને વાવાઝોડાની અસરોના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
- માવઠાની આગાહી: 8થી 18 ડિસેમ્બર વચ્ચે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું (બિનમોસમી વરસાદ) થવાનું અનુમાન છે.
- હિમવર્ષા: 20-21 ડિસેમ્બર અને 22 ડિસેમ્બરની આસપાસ દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે.
હાડ થીજવતી ઠંડીનો ચમકારો
પશ્ચિમી વિક્ષેપના કારણે તાપમાનમાં વધઘટ જોવા મળશે, પરંતુ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં તીવ્ર ઠંડીની શરૂઆત થશે.
- ઠંડીની શરૂઆત: 27-28 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે.
- તીવ્ર ઠંડીનો સમયગાળો: અંબાલાલ પટેલના મતે, 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8°Cથી પણ નીચે જઈ શકે છે.
બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા
નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. જોકે, તેની ગુજરાત પર ઓછી અસર થવાની સંભાવના છે. તેમ છતાં, જો દક્ષિણ પૂર્વ ભારતમાં તેની અસર થાય તો ગુજરાતમાં પણ હવામાન પલટાઈ શકે છે.
ખેડૂતોને પાક સંરક્ષણની સલાહ
માવઠાની સંભાવના અને ભેજવાળા વાતાવરણને ધ્યાનમાં રાખીને અંબાલાલ પટેલે ખેડૂતોને ચેતવણી આપી છે.
- પાક સંરક્ષણ: ઘઉં, શાકભાજી અને જીરાના પાકોમાં ભેજના કારણે ફૂગ અને અન્ય રોગ આવવાની શક્યતા છે. તેથી, ખેડૂતોએ પાક સંરક્ષણના તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
