ગુજરાતમાં શિયાળાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો શું કહ્યું?
અંબાલાલ પટેલે ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય તેમણે જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં માવઠાની પણ આશંકા વ્યક્ત કરી છે.
અમદાવાદ : ગુજરાતમા મોડી મોડી ઠંડી વધી રહી છે ત્યારે હવે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલા પટેલે શિયાળાને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલા પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાશે.

હાલ રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે અને લાંબો સમય તડકા પડ્યા બાદ હવે જીરૂ સહિતા શિયાળુ પાકો માટે અનુકુલ માહોલ બની રહ્યો છે ત્યારે હવે અંબાલાલ પટેલે શિયાળો કેવો રહેશે તેના વિશે વિગતે જણાવ્યુ છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે રાજ્યમાં આ વખતે કાતિલ ઠંડી નોંધાશે. તેમણે ઉત્તર ગુજરાતમાં ખતરનાક ઠંડી પડવા સામે સાથે પાટણ અને મહેસાણામાં પારો 8 ડિગ્રી નીચે જવાની પણ આગાહી કરી છે. આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતની વાત કરતા તેમણે જણાવ્યુ છે કે અમદાવાદમાં ઠંડી 10 ડિગ્રી નોંધાશે અને સુરત તેમજ વલસાડમાં પણ ખતરનાક ઠંડી જોવા મળશે.
ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં નોંધાય છે ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે નલિયામાં ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી નીચે જશે. અંબાલાલ પટેલે સૌથી મોટી વાત કરતા એ પણ જણાવ્યુ છે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલ વરસાદ સહિતની હવામાન સાથે જોડાયેલી બાબતોની આગાહી કરવા માટે જાણીતા છે. તેઓ સમયે સમયે હવામાનને લગતી બાબતોની આગાહી કરતા રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
