Gujarat Weather: ઠંડી વચ્ચે વાવાઝોડાનું જોખમ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી: 22 નવેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, કમોસમી વરસાદના સંકેત: પૂર્વ ગુજરાત, સુરત, ભરૂચ, નવસારીમાં વધુ અસર થવાની શક્યતા, ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના.

Gujarat Weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એક મહત્ત્વપૂર્ણ અને ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર આંશિક રીતે ઘટશે, પરંતુ તેની સાથે જ હવામાનમાં મોટો પલટો આવી શકે છે.
25 થી 28 નવેમ્બર વચ્ચે ચક્રવાત
અંબાલાલ પટેલના અનુમાન મુજબ, બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે, જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.
- ચક્રવાતની આગાહી: 25 નવેમ્બરથી 28 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે.
- ગુજરાત પર અસર: વાવાઝોડાની અસરને કારણે 22 નવેમ્બરથી રાજ્યમાં વાતાવરણ વાદળછાયું બની રહેશે.
- કમોસમી વરસાદ: આ વાવાઝોડાના પ્રભાવથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પૂર્વ ગુજરાત, સુરત, નવસારી, ભરૂચ અને અમરેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર વધુ રહેવાની શક્યતા છે.
ડિસેમ્બરમાં ઠંડીની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, વાવાઝોડાની અસર અને પશ્ચિમી વિક્ષેપની અસરના કારણે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
- પશ્ચિમી વિક્ષેપ: 23 નવેમ્બરથી 28 નવેમ્બર સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) આવવાની શક્યતા છે, જે હવામાનમાં મોટો પલટો લાવશે. બીજો વિક્ષેપ 6 થી 9 ડિસેમ્બર વચ્ચે આવી શકે છે.
- હાડ થીજવતી ઠંડી: ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવશે, પરંતુ હાડ થીજવતી ઠંડી 22 ડિસેમ્બરની આસપાસ શરૂ થઈ શકે છે.
- લાંબો સમયગાળો: તેમણે આગાહી કરી છે કે 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડીનું જોર જળવાઈ રહેશે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જઈ શકે છે. 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાથી ઠંડીનો ચમકારો વધશે.
ખેડૂતોને પાક સંરક્ષણની સૂચના
કમોસમી વરસાદ અને ભેજવાળા વાતાવરણની શક્યતાને ધ્યાનમાં રાખીને અંબાલાલ પટેલે ખેડૂતોને ચેતવણી આપી છે.
"ભેજના કારણે પાકમાં રોગ આવવાની શક્યતા છે. ઘઉં અને શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે, તેમજ જીરાના પાકને પણ અસર થઈ શકે છે. તેથી ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે."
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
