Ambaji mela 2025 : ભાદરવી પૂનમ મહામેળો 2025 : અંબાજીમાં વાહન પાર્કિંગ માટે ઓનલાઈન સુવિધા
Ambaji mela 2025 : શક્તિ, ભક્તિ અને આસ્થાના પ્રતિકસમા અંબાજી ધામમાં આગામી 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે.
આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વર્ષે મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે વિનામૂલ્યે ઓનલાઈન પાર્કિંગ બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આ પહેલ કરવામાં આવી છે.
આ ઓનલાઈન સિસ્ટમથી શ્રદ્ધાળુઓ ઘરે બેઠા જ તેમના વાહન માટે પાર્કિંગ બુક કરી શકે છે, જેથી મેળા દરમિયાન પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો ન પડે.
પાર્કિંગ બુક કરવાની સરળ રીત
- તમારા મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરમાંથી "Show my Parking" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- તમારા મોબાઈલ નંબરથી લોગિન કરો.
- એપ્લિકેશનના મુખ્ય ડેશબોર્ડ પરથી "અંબાજી ભાદરવી પૂનમ મહા મેળો 2025" ઇવેન્ટ પસંદ કરો.
- તારીખ, વાહન નંબર અને પાર્કિંગ સ્થળ જેવી જરૂરી વિગતો ભરો.
- "Book" બટન પર ક્લિક કરતા જ તમને ફ્રી પાર્કિંગ ટિકિટ અને QR કોડ સાથે ગૂગલ મેપ પરનું લોકેશન મળી જશે.
આ સુવિધાનો ઉપયોગ કરીને તમામ શ્રદ્ધાળુઓને અંબાજી મહામેળામાં સરળતાથી દર્શન કરવાનો લાભ મળશે. જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દરેક શ્રદ્ધાળુને આ નિઃશુલ્ક ઓનલાઈન પાર્કિંગ સેવાનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
