બરવાળા લઠાકાંડ મામસે મુખ્યમંત્રીએ બોલાવી તાત્કાલિક બેઠક
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકમાં રોજદ ગામમાં બનેલ લઠાકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવા માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જેમા આપીએસ સુભાશ ત્રિવેદી સીઆઇડી ક્રાઇમ, એમ.ડી ગાંધી આઇએએસ વીસી. અને એમડી જીએસ
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકમાં રોજદ ગામમાં બનેલ લઠાકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવા માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જેમા આપીએસ સુભાશ ત્રિવેદી સીઆઇડી ક્રાઇમ, એમ.ડી ગાંધી આઇએએસ વીસી. અને એમડી જીએસઆરટીસી, એચ.પી સંઘવી, ડિરેક્ટર ફોરેન્સીક સાઇન્સ લેબોરેટરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ ત્રણ દિવસમાં સમિટ કરવામા આવશે.

તેમજ મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લઠકાંડ બાબતે સાંજે 7 વાગે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે જેમા ગૃહમંત્રી હર્ષ સંઘવી, મુખ્યસચિવ પંકજકુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, ગૃહ વિભાગના એસીએસ, રાજકુમાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં આહજર રહેશે.
અમદાવાદ અને બોટાદ જિલ્લાના ગામડામાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવીને 6 જેટલા આરોપીને તાત્કાલીક ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદ અને બોટાદ જિલ્લામાં કેમિકલ યુક્ત દારુ પિવાથી 30 જેટલા લોકોના મોત થયા હતા જ્યારે 51 જેટલા લોકોની ભાવનગર અને અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી છે.
આ અંગે માહિતી આપતા ગુજરાત પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતુ કે, 25 અને 26 જુલાઇના રોજ ધંધુકા પોલીસ સ્ટેશન હદમાં તેમજ બોટાદ જિલ્લાના બરવાળાના આવેલ ઉછડી, અણીયાળી, વગેરે ગામોમાં શંકાસ્પદ મોત થયા હતા. આ અંગે તપાસ કરતા આ મોત ઝેરી આલ્કોહોલિક કેમિકલ પીવાથી થયા હોવાનું સામે આવ્યુ છે. બોટાદ જિલ્લામાં 22 અમદાવાદ જિલ્લામાં 6 અને અન્ય 2 મુત્યુનું કારણ હજી સુધી જાણવા મળેલ નથી.
આ અંગે ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતુ કે, 24 કલાકની અંદર જ ગુન્હો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. મીથાઇલ આલ્કોહોલ 460 લીટર કબ્જે કરવામાં આવ્યુ છે.
આ કેમિકલ અમદાવાદની અસલાલી ફેક્ટરીમાથી જયેશ નામના શખ્સે ચાંગોદરમા રાખવામાં આવવેલ 600 લીટર મીથાઇલ આલ્કોહોલ ચોરી કરીને તેને બે 2.5 લીટરની બોટલો બનાવમાં આવી હતી આ સમગ્ર કાંડમાં જયેશના ફુવાનો છોકરો સંજય સાથે મળીને આ સમગ્ર કાંડને અંજામ આપ્યો હતો. તેમની સાથે સંજયનો ભાઇ પણ સામેલ હતો. ચોકડીના રહેવાશી પિન્ટુને 200 લીટર કેમિકલ આપવામાં આવ્યું હતુ. 200 લીટર વલ્લભ નામના વ્યક્તિને અે એક જાટુભાને આપેલ છે. વિપુલ આ કેમિકલ પી ને મરણ પામેલ છે.
આશિષ ભાટિયાના જણાવ્યા અનુસાર આ મિથાાઇલ આલ્કોહોલ કેમિકલનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થાય છે. અત્યારે 35 લોકો ભાવનગર, 12 લોકોની અમદાવાદ અને 2 શંકાસ્પદ એમ કુલ 49 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ સમગ્ર ઘટના બની તે પહેલા રોજિદ ગામના સરપંચ દ્વારા પોલીસમાં દારૂ મામલે અરજી પણ કરવામાં આવી હતી. જેમા 6 પ્રોહબિશનના ગુના દાખવામાં આવ્યા હતા. 2 વિરુદ્ધ કાર્યવાહી થઇ હતી જ્યારે 1 આરોપી તડીપારના આધારે કાર્યવાહી કરવાામાં આવી હતી. સ્થાનિક પીએસઆઇની બદલી પણ કવરામાં આવી હતી. પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવતી જ હોય છે. પોલીસ દ્વારા હજારોની સંખ્યમાં દારુની ભઠ્ઠી પર રેડ પાડવામાં આવી છે. બુટલેગર પર પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. અને આ પ્રકારના બનાવ ના બને તે માટે અને આ બનાવ કેવી રીતે બન્યો તે તમામ બાબતે એક કમિટીની પણ રચના કરવામાં આવી હોવાનું ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કેમીકલ યુક્ત માદક દ્રવ્ય ના સેવનથી સર્જાયેલી ઘટના અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આવા પદાર્થો સહિતના નશાયુક્ત પદાર્થોના ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે સખ્તાઈથી પેશ આવવા રાજ્યના પોલીસ દળને સ્પષ્ટ સૂચનાઓ આપી છે
બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલી આ ઘટના અંગે જે તપાસ સમિતિ રચવામા આવી છે તે ત્વરિત તપાસ પૂર્ણ કરી અહેવાલ આપે એટલું જ નહીં ગુનેગારો સામે કડક માં કડક કાયદાકીય કાર્યવાહી થાય તે માટે પણ સૂચના આપી હતી
આ બેઠકમા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ક્હ્યું કે રાજ્યમા પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને રેડ કરવામા આવી છે તેમજ અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
