સપા-ભાજપના તણાવ વચ્ચે અમદાવાદ આવશે અખિલેશ
અમદાવાદ, 3 જાન્યુઆરી: યૂપીની સપા સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર વચ્ચે તણાવ વધતો જતો જોવા મળી રહ્યો છે. રોકાણકારોને આકર્ષવા માટે અમદાવાદમાં લગાવામાં આવેલા યૂપી સરકારના પોસ્ટરોને ગુજરાત સરકાર દ્વારા દૂર કર્યા બાદ હવે અખિલેશ યાદવ પોતે ગુજરાત આવશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે એક સમાચાર પત્રને જણાવ્યું હતું કે 'અમે જે પણ કર્યું છે તેનો હેતુ હતો કે અમારી ઉપલબ્ધિઓ અને બિઝનેસ અને ટૂરિઝમની દ્રષ્ટિએ રાજ્યના ક્ષમતાનો પ્રચાર કરી શકીએ. અમદાવાદમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ અને રોકાણકારો આવશે (વાઇબ્રન્ટ સમિટ અને પ્રવાસી ભારતીય દિવસમાં ભાગ લેવા) એટલા માટે અમે ઉત્તર પ્રદેશને પ્રચારિત કરવાનો નિર્ણય કર્યો. ઘણા લોકો જાણતા નથી કે દૂધના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ નંબર વન છે. અમે દેશનો સૌથી મોટો એક્સપ્રેસ હાઇવે બનાવી રહ્યાં છીએ, ઘણા શહેરોમાં મેટ્રોની જાળ પાથરી રહ્યાં છીએ પરંતુ અમે તેનો પ્રચાર કરી શકતા નથી. જો કે હવે ઘણો ઓછો સમય રહ્યો છે, હું પોતે આગામી થોડા દિવસોમાં અમદવાદ જવાનું વિચારી રહ્યો છું.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એક પછી એક કાર્યક્રમ આયોજિત થવાના છે. 7 થી 9 જાન્યુઆરી સુધી ત્યાં પ્રવાસી ભારતીય દિવસ અને 11 થી 13 જાન્યુઆરી સુધી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ઓફિસના સૂત્રોનું કહેવું છે કે અખિલેશ યાદ યૂપીમાં રોકાણની સંભાવનઓનો પ્રચાર કરવા માટે 9 જાન્યુઆરીના રોજ અમદાવાદ જઇ શકે છે.
જો કે અમદાવાદમાં રોકાણકારોના જમાવડાવાળા બે કાર્યક્રમોને જોતાં ઉત્તર પ્રદેશ સરકારના લગભગ 100 નાના અને મોટા હોર્ડિંગ શહેરમાં લગાવ્યા હતા. અમદાવાદ વહિવટીતંત્રએ 31 ડિસેમ્બરનાર રોજ યૂપી સરકારના કેટલાક પોસ્ટરો અને હોર્ડિંગ્સને હટાવી દિધા.
ગુજરાતના એસપી મહાસચિવ કિરણ કંસારાનું કહેવું છે કે 'બધા હોર્ડિંગ્સને કાયદા કાનૂન મુજબ 15 જાન્યુઆરી સુધી બુક કરાવવામાં આવ્યા હતા, પરંતુ ભાજપ સરકારે તેમને પૂછ્યા વિના હટાવી દિધા.' સપા પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીનું કહેવું છે કે 'એક કાવતરા મુજબ ભાજપ સરકારે આ હોર્ડિંગ્સ હટાવી દિધા છે.'












Click it and Unblock the Notifications
