ગટરમાં સફાઇ કરવા ઉતરતા સફાઇ કામદારોના મૃત્યુ અંગે સરકાર ચિંતિતઃ ભાનુબેન બાબરીયા
ગટરમાં સફાઈ કરવા ઉતરતા સફાઈ કામદારોના મૃત્યુ અંગે રાજય સરકાર સતત ચિંતિત છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૧૧ સફાઈ કામદારોના મૃત્યુ અન્વયે રૂ. ૧૧૦ લાખની સહાય ચૂકવી
રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં ગટરમાં સફાઈ કરવા ઉતરેલા સફાઈ કામદારોના મૃત્યુ અંગે રાજ્ય સરકાર સતત ચિંતિત છે.આવી ઘટનાઓ ન બને એ માટે રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓ,નગર પાલિકાઓ અને ગ્રામ પંચાયતોમાં ગટરમાં ઉતરીને સફાઈ ન કરવા પ્રતિબંધ મૂકવા માર્ગદર્શક સૂચનાઓ પણ છે.

વિધાનસભા ખાતે રાજ્યમાં ગટરમાં ઉતરીને સફાઈ કરતા કામદારના મૃત્યુ અંગે પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી શ્રીમતી બાબરીયાએ ઉમેર્યું કે,રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં પ્રત્યેક સફાઈ કામદારના મૃત્યુદીઠ રૂપિયા ૧૦ લાખ લેખે કુલ ૧૧ કામદારોના પરિવાર જનોને રૂ.૧૧૦ લાખની સહાય ચૂકવાઈ છે.
સફાઈ કામદારોને સહાય અને સુરક્ષા અંગેના અન્ય એક પૂરક પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રી ઉમેર્યું કે, સફાઈ કર્મીઓને અસ્વચ્છ કામમાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.આ માટે રાજ્યમાં સફાઈ કામદાર વિકાસ નિગમ કાર્યરત છે જેના દ્વારા સફાઈ કર્મીઓને સલામતી ના સાધનો તથા લોન આપવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવે છે જેમાં ૪ થી ૬ ટકાના દરે વ્યાજ સહાય અપાય છે અને રૂપિયા ૩૦ થી ૭૫ હજાર સુધીની સબસીડી પણ રાજ્ય સરકાર આપે છે.આ ઉપરાંત નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે સફાઈકર્મીઓનું મૃત્યુ ગટરમાં ઉતરીને કામ કરવાથી થયું હોય તેને રૂ. ૧૦ લાખની મૃત્યુ સહાય ચૂકવવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે સફાઈ કર્મીઓને ગટરમાં ઉતરીને કામ ન કરવું પડે તે માટે રાજ્યની મહાનગર પાલિકા,નગરપાલિકા અને ગ્રામ પંચાયતોમાં જેટી મશીન, સકશન મશીન, હાઇડ્રોલિક ટ્રોલી, ડ્રેનેજ મશીન,વોશીંગના સાધનોની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે સાથે સાથે કર્મચારીઓની સુરક્ષા માટે પણ બ્રીધીંગ મશીન,હેલ્મેટ,ગોગલ્સ, હેન્ડગ્લોવ્ઝ જેવા સાધનોની પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
