Ahmedabad plane crash : મૃતકના પરિવારે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના તપાસ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા
Ahmedabad plane crash : 12 જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાગ્રસ્ત બની હતી. આ દુર્ઘટનામાં કુલ 242 યાત્રીઓમાંથી 241 માર્યા ગયા હતા.
આ દુર્ઘટનામાં અમદાવાદના 19 વર્ષીય વિદ્યાર્થી સંકેત ગોસ્વામી પણ સામેલ હતો, જે લંડનમાં ભણવા જઈ રહ્યો હતો.

હવે સંકેતના પિતા અતુલ ગોસ્વામીએ વિમાન દુર્ઘટનાની તપાસ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને તે ફરીથી સખત અને ઊંડાણભરી તપાસ કરવાની માગ ઉઠાવી છે. તેમનું કહેવું છે કે તે હાલ સુધી પણ આ દુઃખમાંથી બહાર આવી શક્યા નથી અને જાહેર કરાયેલ તપાસ રિપોર્ટથી સંતોષી શકાય તેમ નથી.
મીડિયા સાથે વાત કરતા અતુલ ગોસ્વામીએ કહ્યું કે, મારો પુત્ર માત્ર 19 વર્ષનો હતો. પરિવારનો સંપૂર્ણ આધાર તે જ હતો. તે ભણવા માટે લંડન જતો હતો, પરંતુ હવે આખું જીવન ખાલી લાગે છે. રિપોર્ટમાં સાચી વિગતો જણાતી નથી. અમારી માગ છે કે સરકાર સંપૂર્ણપણે ફરી તપાસ કરે અને જે લોકો જવાબદાર હોય તેમના વિરુદ્ધ કડક પગલાં લે.
એર ઇન્ડિયાની ફ્લાઈટ AI171 અમદાવાદથી લંડન માટે ઉડી ત્યારે માત્ર 90 સેકન્ડમાં વિમાના બંને એન્જિન બંધ થઈ ગયા હતા. ફ્લાઈટ ડેટા રેકોર્ડર અનુસાર, એન્જિનના ફ્યુઅલ કટઓફ સ્વીચ RUN સ્થિતીમાંથી CUTOFF પર ગયા હતા અને માત્ર એક સેકન્ડમાં આ બદલાવ થયો હતો. પાઇલટ વચ્ચે સંવાદ પણ નોંધાયો છે.
અહીં પ્રશ્ન ઊભો થાય છે કે એન્જિન આપમેળે કેમ બંધ થયા? Ram Air Turbine (RAT) ચાલુ થઈ હતી, પાઇલટે એન્જિન ફરી શરૂ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ બીજું એન્જિન પુરી રીતે રિસ્પોન્ડ ન કર્યુ. અંતે MAYDAY કોલ મોકલવામાં આવ્યો પણ વિમાન BJ મેડિકલ કોલેજના હોસ્ટેલની ઇમારત સાથે અથડાયું.
સંકેતના પિતાની જેમ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અનેક પરિવારો સરકારને આવી દુર્ઘટનાઓના સચોટ જવાબ આપવા માટે દબાણ કરી રહ્યા છે. તેઓ તપાસ ફરીથી થાય એ માટે માંગ કરી રહ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
