અમદાવાદથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી, સીએમ રૂપાણીએ રવાના કરી
ગુજરાતમાં આજે અમદાવાદમાં પરંપરાગત હર્ષોઉલ્લાસ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે.
ગુજરાતમાં આજે અમદાવાદમાં પરંપરાગત હર્ષોઉલ્લાસ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. ગુજરાતના સીએમ વિજય રૂપાની અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પરંપરાગત રીતે રથની આગળ ઝાડુ લગાવીને રથયાત્રાને રવાના કરી. આ પહેલા દેશના ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથ મંદિરમાં પોતાની પત્ની સોનલ શાહ સાથે મંગળા આરતી કરી હતી.

આ રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ હર્ષોલ્લાસથી ભાગ લેતા હોય છે. ભારતમાં ઓરિસ્સામાં આવેલ જગન્નાથ પુરીની રથયાત્રા મુખ્ય છે. જ્યારે અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતમાં સૌથી મોટી રથયાત્રા છે. ઉપરાંત વડોદરા તથા સુરતમાં ઈસ્કોન દ્વારા પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ભગવાન જગન્નાથની પહેલી આરતી ઉતારીને રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવતો હોય છે.
Gujarat CM Vijay Rupani and Deputy CM Nitinbhai Patel offered prayers at the Jagannath Temple in Ahmedabad on the occasion of Jagannath Rath Yatra. #RathYatra2019 pic.twitter.com/y2ZduCHhuK
— ANI (@ANI) July 4, 2019
એવું કહેવાય છે કે જગન્નાથ ભગવાનની યાત્રા દરમિયાન મોટાભાગે વરસાદ તેમને નવળાવે છે. જો ભગવાન જગન્નાથની યાત્રા દરમિયાન વરસાદ ન આવે તો ભક્તો રૂદન પણ રોતા હોય છે. આજે પણ અમદાવાદમાં રથયાત્રા દરમિયાન વરસાદે માઝા મૂકી છે.
આ પણ વાંચો: જાણો કેમ જગન્નાથ સાથે નીકળે છે બલરામ અને સુભદ્રાના રથ
તમને જણાવી દઈએ કે ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિર પ્રશાસને આજથી શરૂ થનારી જગન્નાથ યાત્રા માટે તમામ વ્યવસ્થા કરી છે. સાથે જ આનાથી જોડાયેલા કાર્યક્રમોની માહિતી માટે એક વેબસાઈટની પણ શરૂઆત કરવામાં આવી છે. આ વેબસાઈટ પર તમને જગન્નાથ યાત્રા સાથે જોડાયેલી માહિતી મળી શકે છે.
આ પણ વાંચો: જાણો કેમ જગન્નાથની રથયાત્રામાં અપાય છે મગનો પ્રસાદ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
