અમદાવાદ DDO દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ પ્રશ્નબેંક જાહેર કરાઈ
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની તૈયારીઓ તેજ બનાવવા માટે ખાસ ડિજિટલ પ્રશ્નબેંક લોન્ચ કરવામાં આવી છે.
સતત ચોથા વર્ષે અમલમાં મુકાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 10 અને 12ના વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને સચોટ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત મટિરિયલ પૂરું પાડવાનો છે.

અનુભવી વિષય નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રશ્નબેંકમાં કુલ 80 જેટલા ડિજિટલ પેપર્સ અને મોડેલ પેપર્સનો સમાવેશ થાય છે, જે ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમોમાં ઉપલબ્ધ છે.
આ ડિજિટલ મટિરિયલની ખાસિયત એ છે કે વિદ્યાર્થીઓ માત્ર એક ક્લિક પર કોઈપણ વિષયની તૈયારી કરી શકશે, જેનાથી પરીક્ષાનો ડર દૂર થશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે.
આ પ્રશ્નબેંકમાં ધોરણ 10ના 6 મુખ્ય વિષયો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 6 અને સામાન્ય પ્રવાહના 8 મહત્વના વિષયો સહિત કુલ 40 વિષયોને આવરી લેવામાં આવ્યા છે.
દરેક વિષયમાં બોર્ડની પરીક્ષા પદ્ધતિ મુજબના અંદાજે 300 જેટલા પ્રશ્નો મૂકવામાં આવ્યા છે, જે વરિષ્ઠ શિક્ષકો અને ટેકનિકલ ટીમ દ્વારા ખૂબ જ મહેનતથી તૈયાર કરાયા છે.
વિદ્યાર્થીઓ આપેલી લિંક પર ક્લિક કરીને અથવા QR કોડ સ્કેન કરીને સીધા જ ગૂગલ ડ્રાઈવ પરથી પોતાની પસંદગીના વિષયનું મટિરિયલ મોબાઈલમાં ડાઉનલોડ કરી શકે છે.
DEO કચેરીના જણાવ્યા અનુસાર, ગત વર્ષે પણ આ પ્રશ્નબેંકમાંથી અનેક પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પુછાયા હતા, જેના કારણે વિદ્યાર્થીઓના પરિણામમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
આ વર્ષે પણ વાલીઓ અને વિદ્યાર્થીઓના ફીડબેકને ધ્યાનમાં રાખીને આ સુવિધા શરૂ કરાઈ છે, જે આગામી બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓના સ્કોર સુધારવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
