અમદાવાદ: AMTSની શ્રાવણમાં ધાર્મિક પ્રવાસ યોજના, રોજ 8થી 10 મંદિરોના દર્શન
Ahmedabad News: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકો વિવિધ મંદિરે દર્શન કરી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા વિશેષ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરી છે. અલગ અલગ વિસ્તારમાં આવેલા વિવિધ 30 જેટલા મંદિરોમાં લોકોને AMTSમાં બેસાડી દર્શન કરાવશે. જેના માટે લાલદરવાજા ટર્મિનસ, સારંગપુર ટર્મિનસ, વાડજ ટર્મિનસ અને મણીનગર ટર્મિનસ પર બુકિંગ કરાવવાનું રહેશે. અડાલજના ત્રિમંદિર પાસે ખૂબ વાહનોનો ધસારો અને પાર્કિંગની સમસ્યાને લઈને ત્રિમંદિરનો સમાવેશ કરાયો નથી.

Ahmedabad: AMTSની બસોમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરોમાં લોકોને દર્શન કરાવશે. આખા દિવસના ધાર્મિક બસ પ્રવાસમાં 8થી 10 મંદિરોમાં લોકો દર્શન કરી શકશે તેમજ નાગરિકોને ઘરેથી બસ લઈ જશે અને મૂકી જશે. AMC હદમાં રહેતા નાગરિકોએ પ્રતિ બસ રૂ. 3,000 તથા ઔડાની હદમાં રહેતા નાગરિકોએ રૂ.5,000 ચૂકવવાના રહેશે. પ્રોપર્ટી ટેક્ષ બિલ તેમજ ભરેલ પહોંચની નકલ પણ જમા કરાવવાની રહેશે. સવારે 8.15 વાગ્યેથી બુકિંગ કરાવેલા રૂટના મંદિરો પર દર્શન કરાવી સાંજે 4.45 વાગ્યે પરત આવશે. એક બસમાં બેસવાની કેપેસિટી 30 લોકોની છે પરંતુ વધુમાં વધુ 40 લોકો તેમાં બેસી શકશે.
ધાર્મિક પ્રવાસ યોજનામાં કયા મંદિરોને આવરી લેવાશે
રામજી મંદિર (વસ્ત્ર્રાલ), લાંભા મંદિર, ઇસ્કોન મંદિર, પરમેશ્વર મહાદેવ (બોડકદેવ), સોલા ભાગવત વિદ્યાપીઠ, મહાકાલી મંદિર (દૂધેશ્વર), નીલકંઠ મહાદેવ (અસારવા), ભીડ ભંજન હનુમાન (બાપુનગર), ચકુડિયા મહાદેવ, જગન્નાથજી મંદિર, સ્વામીનારાયણ મંદિર (નારણઘાટ), માર્કેન્ડય દેવાલય (રખિયાલ), ગુરૂગોવિંદ ધામ, તિરુપતિ બાલાજી, અક્ષર પુરષોત્તમ મંદિર અસારવા બેઠક, કર્ણમુક્તેશ્વર મહાદેવ, ભદ્રકાળી મંદિર, તીર્થધામ પ્રેરણાપીઠ (પીરાણા), અમરનાથ મહાદેવ (બાપુનગર), જલારામ મંદિર(પાલડી), હરેકૃષ્ણ મંદિર (ભાડજ), વૈષ્ણોદેવી મંદિર, કોટેશ્વર મહાદેવ (મોટેરા), વિશ્વ ઉમિયા ધામ(જાસપુર), કેમ્પ હનુમાન મંદિર, નરોડા બેઠક, સિદ્ધિ વિનાયક મંદિર (મહેમદાવાદ), સોમનાથ મહાદેવ (ગ્યાસપુર)
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
