અહેમદ પટેલની વતન પિરામણમાં કરાઈ દફન વિધિ, હજારોની સંખ્યામાં લોકો હાજર
રાહુલ ગાંધીની અંતિમ ક્રિયામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ભરૂચ પહોંચ્યા છે.
ભરૂચઃ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલની આજે ગુજરાતના ભરૂચ જિલ્લા સ્થિત તેમના પૈતૃક ગામ(પીરામણ)માં દફન કરવામાં આવી. તેમના માતાપિતાની કબરની બાજુમાં જ તેમને દફનાવવામાં આવ્યા. જનાજાની નમાઝ બાદ તેમની દફનવિધિ કરવામાં આવી. હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા. તેમની અંતિમ ક્રિયામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ભરૂચ પહોંચ્યા. તેમની હાજરીમાં સેંકડો લોકોની ભીડ સાથે પટેલના શબને કબ્રસ્તાન તરફ લઈ જવામાં આવ્યો. કોંગ્રેસના એક નેતાએ જણાવ્યુ કે પટેલના સુપુર્દ-એ-ખાકમાં ઘણા રાજ્યોના કોંગ્રેસ કાર્યકર્તા શામેલ થવા આવ્યા.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનુ નિધન થતાં તેમના પાર્થિવ દેહને ખાસ ચાર્ટર પ્લેન દ્વારા વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જ્યાંથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટીટ્યુટમાં રાતે રાખવામાં આવ્યો હતો. જ્યાંથી અહેમદ પટેલના પાર્થિવ દેહને તેમના વતન પિરામણ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમની અંતિમ વિધિમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી પીરામણ ગામ પહોંચ્યા. જેમની સાથે સોનિયા ગાંધીએ શ્રદ્ધાંજલિ માટે પુષ્પગુચ્છ મોકલ્યા.

આ ઉપરાંત અહેમદ પટેલના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં રાજનેતાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકો ઉમટી પડ્યા. વળી, શંકરસિંહ વાઘેલા, અર્જૂન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહેલ અને જયંતિ બૉસ્કી પણ અંતિમ વિધિમાં ઉપસ્થિત રહ્યા. કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ ડી કે.શિવકુમાર કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક સહિત ટોચના નેતા પિરામણ ગામમાં પહોંચ્યા.

નમાઝ બાદ ભરૂચના પીરામણ ખાતે સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે અહેમદ પટેલની અંતિમ વિધિ કરવામાં આવશે. જો કે કોરોનાની ગાઈડલાઈન મુજબ કબ્રસ્તાનમાં 50 લોકોને પ્રવેશ આપવામાં આવશે. બીજી તરફ અંકલેશ્વરના વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો. ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલની ઈચ્છા હતી કે તેમની દફનવિધિ તેમના માતાપિતાની કબરની બાજુમાં કરવામાં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
