રાજકોટ-સુરત બાદ ભાવનગર અને ગીર સોમનાથમાં પણ PUBG પર પ્રતિબંધ લાગ્યો
રાજકોટ-સુરત બાદ ભાવનગર અને ગીર સોમનાથમાં પણ PUBG પર પ્રતિબંધ
ભાવનગરઃ મોબાઈલ ગેમ PUBGને લઈ ભાવનગર અને ગીર સોમનાથમાં ચર્ચા જાગી છે. આ ગેમ પર ગુજરાત સરકારે પ્રતિબંધ લગાવવાનું નક્કી કર્યું છે. સુરત અને રાજકોટમાં આ ગેમ રમવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે ભાવનગર અને ગીર સોમનાથમાં પણ આ રમત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ગેમને વ્યસન, હાનિકારક અને વિચલિત ગણાવવામાં આવી છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન મુજબ આ ગેમ હિંસાને પ્રેરે છે તેથી રાજકોટ બાદ ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ આ ગેમ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

PUBG પર પ્રતિબંધ
આ ગેમ લોકપ્રિય હોવા છતાં તેના ખરાબ પાસાંએ ભારત અને ચીનમાં ભયના સંકેત આપ્યા છે. ખાસ કરીને ભારતમાં PUBGને હિંસાત્મક વર્તન સાથે સંકળાયેલ ગણવામાં આવી છે. આ ગેમના કારણે અભ્યાસમાં પણ વિદ્યાર્થીઓનું નબળું પ્રદર્શન થતું રહ્યું હોવાનું સામે આવ્યું છે. સૂચનામાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ રમત સમયાંતરે લોકોના વર્તનમાં ફેરફાર કરે છે.

સરકારે નોટિફિકેશન જાહેર કર્યું
નોટિફિકેશન મુજબ જો PUBG રમતાં કોઈ ઝડપાશે તો ઈન્ડિયન પીનલ કોડની કલમ 188 અંતર્ગત ગુનો નોંધવામાં આવશે. જો કે, પોલીસ, શિક્ષણ અને સંશોધન સંસ્થાઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજકોટમાં જિલ્લા વહીવટ તંત્રણ પણ PUBG પર પ્રતિબંધ લગાવવાની વિચારણા કરી રહ્યું છે. અગાઉ ગુજરાત સરકારે પ્રાથમિક શાળામાંથી PUBG ગેમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. અમુક શૈક્ષણિક સંસ્થાઓએ PUBGના કારણે બાળકોના વર્તનમાં અને તેના અભ્યાસમાં અસર થતી હોવાનો દાવો કર્યો હતો. દિલ્હી કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ટાઈલ્ડ રાઈટ્સ (DCPCR)એ પણ PUBG જેવી ગેમને ખતરનાક ગણાવી હતી.

લોક સિસ્ટમ લાવશે PUBG
દરમિયાન, PUBG એ 13 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ માટે ડિજિટલ લૉક અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. 13 વર્ષની નાના બાળકો ગેમ નહિ રમી શકે અને ગેમ રમવા માટે પણ તેમના માતા-પિતા મારફતે જ આ ગેમને એક્ટિવ કરાવી શકાશે તેવી સુવિધા લાવવાનું PUBG વિચારી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
