બીજેપી નેતાના બુથ કેપ્ચરિંગ બાદ દાહોદના પરથમપુરામાં ફરી મતદાન થશે, રમેશ ભાભોરના પુત્રએ કરી હતી દાદાગીરી
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન બીજેપી નેતાના પુત્રની દાદાગીરી સામે આવી હતી. હવે ચૂંટણી પંચે ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે અહીં દાદાગીરી કરીને ઈવીએમને પોતાના બાપના ગણાવ્યા હતા.

દાહોદના સંતરામપુરના પરથમપુરાનો આ વીડિયો સામે આવ્યા બાદ હંગામો સર્જાયો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આરોપી બીજેપી નેતાના પુત્રની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ હવે અહીં 11 મેંના રોજ ફરીથી મતદાન થશે.
પરથમપુરા ગામના બુથ નંબર-220 પર બીજેપી નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે અધિકારીઓને ધમકાવ્યા હતા અને બુથ કેપ્ચરિંગ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો.
આ વીડિયોમાં વિજય ભાભોર કહેતો જોવા મળે છે કે, 5-10 મિનિટ ચાલે તે ચાલવા દો આપણે બેઠા છીએ. વિજય ભાભોર એટલે વાત ખલાસ, મશીન-બશીન આપણા બાપનું જ છે. આ પછી પોલીસે વિજય ભાભોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Son of BJP leader and BJP member Vijay Bhabhor hijacked the poll booth in Dahod, Gujarat, live-streamed the entire incident on social media. Later deleted it.
— Mohammed Zubair (@zoo_bear) May 8, 2024
According to the article below, it is alleged that he even abused the officials and allegedly did bogus voting with… pic.twitter.com/FdkB4unMEK
જણાવી દઈએ કે, વિજય ભાભોરના પિતા રમેશ ભાભોર બીજેપી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. હવે આ બુથ પર 11મી મેએ શનિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. દાહોદ બેઠક પર ભાજપે જશવંતસિહ ભાભોરને જ્યારે કોંગ્રેસે ડૉ. પ્રભાબેન તાવિયાડને ટિકિટ આપી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર મંગળવારે દાહોદમાં 58.66 ટકા મતદાન નોંધાયું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
