પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી આવી ગુજરાતમાં વસેલા લોકોને મળશે ભારતીય નાગરિકતા
કેન્દ્ર સરકારે સોમવારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા લોકોને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે સોમવારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા અને હાલમાં ગુજરાતના બે જિલ્લાઓમાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ, 2019 (CAA)ને બદલે નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ નાગરિકત્વ આપવાનુ પગલુ મહત્વપૂર્ણ છે.

CAA અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વની પણ જોગવાઈ કરે છે. આ કાયદા હેઠળના નિયમો સરકાર દ્વારા હજુ સુધી બનાવવામાં આવ્યા નથી. તેથી અત્યાર સુધી કોઈને તેના હેઠળ નાગરિકતા આપવામાં આવી નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના મુજબ ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 5, કલમ 6 હેઠળ અને નાગરિકતા નિયમ 2009ની જોગવાઈઓ મુજબ ભારતના નાગરિક તરીકે રજીસ્ટ્રેશનની અનુમતિ આપવામાં આવશે અથવા તેમને દેશના નાગરિકનુ પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ આદેશ ગૃહ મંત્રાલય દ્વારા 31 ઓક્ટોબરે નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA), 2019 સાથે સંબંધિત નથી. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશમાં અધિકારીઓને આ દેશોના નાગરિકોને નાગરિકતા પ્રમાણપત્ર આપતી વખતે ભારત સરકારના તમામ નિયમોનુ પાલન કરવાનુ કહેવામાં આવ્યુ છે. નાગરિકતા આપવા માટેની અરજી ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. આ પછી જે વ્યક્તિઓને નાગરિકતા આપવાની છે તેમના પરિવારનુ વેરિફિકેશન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે. સાથે જ તેની માહિતી કેન્દ્રીય એજન્સીઓને પણ આપવામાં આવશે.
ગૃહ મંત્રાલય દ્વારા 2016, 2018 અને 2021માં ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કેટલાક જિલ્લાઓને સમાન આદેશો આપવામાં આવ્યા હતા. આ આદેશ અનુસાર આ રાજ્યોના સંબંધિત જિલ્લાઓના કલેક્ટરને નાગરિકતા પ્રમાણપત્ર જાહેર કરવાની સત્તા આપવામાં આવી હતી. આ આદેશ હેઠળ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઓગસ્ટમાં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે 40 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો આપ્યા હતા. તમને જણાવી દઈએ કે 2017થી અમદાવાદ જિલ્લા દ્વારા 1,032 પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ભારત સરકારના નિયમો મુજબ દેશની બહારના કોઈપણ વ્યક્તિને 8 આધાર પર ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
