ભારતનો કોલસો કાળો અને વિદેશનો કોલસો રુપાળો ? : કોંગ્રેસ
ભારતનો કોલસો કાળો અને વિદેશનો કોલસો રુપાળો ? : કોંગ્રેસ
કેન્દ્ર દ્વારા રાજયોની તમામ સરકારોને વિજળી ઉત્પાદનના થર્મલ પાવર સ્ટેશનોને માટે કોલ ઇન્ડીયા કંપની ૩૦૦૦ રૂપિયા પ્રતિ ટન કોલસાનો પુરવઠો પુરો પાડે છે, અને તેને લઈને દેશની જનતાને સસ્તી વિજળી મળી રહી છે. આવા સમયે અચાનક દેશમા એવી વાતો બહાર આવી કે દેશમા કોલસાની તંગી વરતાઈ રહી છે, અને વિજળી ઉત્પાદન માટે કોલસો હવે વિદેશથી મોંધા ભાવે આયાત કરવો પડશે. કોણે આવી અફવા ફેલાવી હતી ? અને અફવાથી કોને ફાયદો ?

કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારના ઉર્જા મંત્રીઓની મિટીંગ બોલાવી તેમને હુકમ કરેલ કે તમારી જરુરીયાતનો ૧૦ % કોલસાનો જથ્થો વિદેશથી એટલે કે અદાણી કંપની પાસેથી ફરજીયાત મંગાવવાનો રહે છે. અને નહી મંગાવો તો કોલ ઇન્ડીયાનો કોલસો બંધ કરી દેવામા આવશે.
કેન્દ્ર સરકારે ૨૮ મે ૨૦૨૨ ના રોજ આદેશ કર્યો કે, કોલ ઇન્ડીયા વિદેશથી કોલસો આયાત કરશે અને રાજયોને કોલ ઇન્ડીયા લીમિટેડ સપ્લાય કરશે. કોલસાનો ઓર્ડર અદાણી એન્ટરપ્રાઈસને મળ્યો અને તેનો ભાવ ૧૭૦૦૦ રૂપિયા નક્કી કરાયો છે.
જનતાને મોંઘી વિજળીનો ભાર આપવાનો આ એક કારસો છે, જેનો અનુભવ દેશની રાજ્ય સરકારો અને જનતાને થઈ ગયો છે. અને એ પણ સ્પષ્ટ થઈ ગયુ કે વર્ષ પહેલા દેશમા કોલસાની કૃત્રિમ તંગીની અફવાનો ફેલાવવાનુ કારસ્તાન કોનુ હતુ. પરંતુ વાસ્તવિકતા એ છે કે કોલસાની તંગીની આ દેશમા ન હતી કે ન છે, કોલસાનુ ઉત્પાદન જુન ૨૦૨૨ મા ૩૨.૫૭ % વધ્યુ છે. એટલે દેશમા કોલસાની કૃત્રિમ તંગીની અફવા એ ષડયંત્ર હોવાનું કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે જણાવ્યું હતું. નજીકના સમયમા વિજળીમા પ્રતિ યુનિટ ૧ થી ૨ રુપિયાનો વધારો થવાની શક્યતા છે.
દેશના તમામ રાજયોને ભારત સરકારની કંપની જે કોલ ઇન્ડીયા સસ્તો કોલસો નહી પરંતુ અદાણીનો મોંઘો કોલસો ખરીદવાનુ ફરજીયાત બનશે. કેન્દ્ર સરકાર જવાબ આપે શુ કોલ ઇન્ડીયાનો કોલસો કાળો અને અદાણીનો કોલસો રુપાળો છે ?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
