કોમન યુનિવર્સિટી એક્ટમાં સુધારો કરવાની માંગ સાથે એબીવીપી ગુજરાતમમાં આંદોલન કરશે
ગુજરાત વિધાનસભામાં કોમન યુનિવર્સિટી એક્ટનું બિલ પસાર થયા બાદ રાજ્યપાલને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યું હતું. હવે રાજ્યપાલે આ બિલને મંજૂરી આપી દીધી છે. કોમન યુનિવર્સિટી એક્ટ બિલમાં વિદ્યાર્થીઓની ચૂંટણી ખતમ કરતી જોગવાઈઓ કરેલી છે જેને કારણે વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

ત્યારે યુનિવર્સિટીઓમાંથી સ્ટુડેન્ટ યુનિવર્સિટીઓની ચૂંટણી દૂર કરી દેવાતાં એબીવીપીએ સરકાર સામે આંદોલન કરવાની તૈયારી બતાવી છે. ગતરોજ એબીવીપીની પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી જેમાં બે પ્રસ્તાવ નક્કી કરવામમાં આવ્યા હતા.
નક્કી કરાયેલા આ પ્રસ્તાવમાં એક પ્રસ્તાવ પબ્લિક યુનિવર્સિટી એક્ટમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વની જોગવાઈ કરી વિદ્યાર્થીઓની ચૂંટણી કરાવવામાં આવે તથા મહત્વની તમામ સમિતિઓ-કાઉન્સિલમાં પણ વિદ્યાર્થી પ્રતિનિધિત્વ આપવાની માંગ સામે આંદોલન કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યની 11 સરકારી સ્ટેટ યુનિવર્સિટી એક્ટ (કોમન એક્ટ)ના બિલ પર ગવર્નરે મંજૂરીની મહોર મારી દીધી છે. રાજ્યપાલની મંજૂરી મળી જતા હવે આ એક્ટ વિધિવત રીતે લાગુ થઇ જશે અને યુનિવર્સિટીઓને નવા કોમન સ્ટેચ્યુ અને ઓર્ડિનન્સ મોકલી દેવાશે. જેમાં સુધારા માટે યુનિવર્સિટીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવશે.
આ બિલથી સરકાર યુનિવર્સિટીઓમમાંથી સ્ટુડન્ટ સેનેટ, જનરલ સેનેટ તેમજ સિન્ડિકેટ સહિતની તમામ ચૂંટણીઓની જોગવાઈ દૂર કરી દીધી છે અને યુનિવર્સિટીઓમાં બોર્ડ ઑફ મેનેજમેન્ટની જોગવાઈ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
