ગુજરાતમાં AAPનો પગપેસરો કોંગ્રેસ-ભાજપના મૃત્યુઘંટ સમાન?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું વર્ષ ચાલી રહ્યુ છે, ત્યારે મુખ્ય રાજકીય પક્ષો સહિત અનેક પક્ષો અને નેતાઓ મેદાનમાં ફૂટી નિકળ્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું વર્ષ ચાલી રહ્યુ છે, ત્યારે મુખ્ય રાજકીય પક્ષો સહિત અનેક પક્ષો અને નેતાઓ મેદાનમાં ફૂટી નિકળ્યા છે. જોકે, ભાજપ કાયમી ચૂંટણીના મૂડમાં જ હોય છે. પરંતું, નિષ્ક્રિય થયેલી કોંગ્રેસ પણ ચૂંટણી ટાણે સક્રિય થઇ ગઇ છે. તો, આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી ગઇ છે. આપના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાખી દીધા છે, તો અરવિંદ કેજરીવાલની પણ સક્રિયતા વધી ગઇ છે. કેજરીવાલની આંતરે દિવસે ગુજરાતમાં ચૂંટણી સભાઓ અને રેલીઓ મોટા પાયે થઇ રહી છે. રાજ્યમાં અરવિંદ કેજરીવાલ દ્વારા મફત વીજળી, બેરોજગારી ભથ્થાં અને આદિવાસીઓ માટે પણ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે.

aap

રાજ્યમાં મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ હોય છે. જ્યાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ અને શહેરી વિસ્તારમાં ભાજપ હાવી રહ્યુ છે. પરંતું, આ 2022ના ચૂંટણી જંગમાં આપનો ઉમેરો કોંગ્રેસ અને ભાજપ માટે રાજકીય સમિકરણ બદલી રહ્યો છે. ભાજપના શહેરી વિસ્તારના મતદારો પર આમ આદમી પાર્ટી પોતાની પકડ બનાવી રહી છે. તો, ગ્રામ્ય વિસ્તારના વોટ પર કોંગ્રેસની પકડ ઢીલી પડી ગઇ છે.

ત્યારે, આ નવા ઉભરી રહેલા રાજકીય સમિકરણમાં ભાજપને પોતાના પરંપરાગત વોટબેંક તુટે તેનો ભય સતાવી રહ્યો છે. ત્યારે, કોંગ્રેસને સત્તાનો વનવાસ પાછો ન ઠેલાય તેની ચિંતા છે. પરંતું, આમ આદમી પાર્ટીને ન નફો ન નુકસાન સાથે મેદાનમાં ઉતરી છે. ત્યારે, આ વખતે 2022નો ચૂંટણી જંગ ભાજપ માટે મરણીયો જંગ બની રહેશે. જો આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ઉદય થશે તો એ ભાજપ અને કોંગ્રેસ માટે રાજકીય અસ્તનો નવો અધ્યાય તૈયાર કરનારો ચૂંટણી જંગ ગણાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X