આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાની સામે કરી ACB તપાસની માંગ, CMને લખ્યો પત્ર
ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે પોતની સામે એન્ટી કરપ્શન બ્યુરો પાસે સંપતિની તપાસ કરાવી આવકનું વિવરણ સરકારી વેબસાઇટ પર સાર્વજનિક કરવાની માંગ કરી છે.
આપ ધારાસભ્યએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, IAS અને IPS અધિકારીઓની સંપત્તિની તપાસ કરવાની અને તેમની માહિતી જાહેર કરવાની પણ માંગ કરી છે.

મુખ્યમંત્રીને લખેલા પત્રમાં શું લખ્યું? - ગુજરાતના બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તેમનો ધારાસભ્ય તરીકેનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે, તેથી તેમની સંપત્તિની ACB દ્વારા તપાસ કરવામાં આવે અને તેની માહિતી સરકારી વેબસાઇટ પર જાહેર કરવામાં આવે.
આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારના મંત્રીઓ, રાજ્યના સાંસદો, ધારાસભ્યો, IAS અને IPS અધિકારીઓની સંપત્તિની પણ તપાસ કરવામાં આવે અને તેની માહિતી વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવે, જેથી કરીને રાજ્યના લોકોને તેની માહિતી મળી શકે. ઉમેશ મકવાણા પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં AAPના 5 ધારાસભ્યો ચૂંટાયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
