Lok Sabha Election 2024 : AAP ધારાસભ્ય ભરૂચથી લડશે લોકસભાની ચૂંટણી, મનસુખ વસાવાને પડકારશે
Lok Sabha Election 2024: આગામી વર્ષ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારીઓ રાજકીય પાર્ટી અત્યારથી જ કરી રહી છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભરતીય જનતા પાર્ટીએ ગુજરાતની તમામ 26 બેઠકો પર ભગવો લહેરાવ્યો હતો. જ્યારે અન્ય કોઇ પાર્ટી પોતાનું ખાતું પણ ખોલાવી શકી ન હતી.
આ વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડેડિયાપાડાથી AAP ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. ગુજરાતના રાજકારણ માટે આ સમાચાર ઘણા મહત્વના છે.

વસાવા આદિવાસી નેતા તરીકે ઉભરી રહ્યા છે - AAP ધારાસભ્ય ચૈતર વસાવા યુવા આદિવાસી નેતા તરીકે ઉભરી આવ્યા છે. ડેડિયાપાડા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ચૈતર વસાવા આદિવાસી સમાજના પ્રશ્નોને સતત સરકાર સમક્ષ ઉઠાવી રહ્યા છે. આ સાથે જ આદિવાસી નેતા મનસુખ વસાવા ભરૂચ બેઠક પર સતત જીત મેળવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા અનેક પ્રયાસો કરવા છતાં પણ તે આ બેઠક પર ભાજપને હરાવી શકી નથી.
ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ સતત જીતી રહ્યું છે - BJP ભરૂચ લોકસભા બેઠક પર સતત જીત મેળવી રહી છે. 1951માં અહીં પહેલીવાર લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે કોંગ્રેસના ચંદ્રશંકર ભટ્ટની જીત થઈ હતી. આ બેઠક 1989થી ભાજપ પાસે છે.
ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવાની લોકપ્રિયતા આદિવાસી સમાજમાં વધું છે. જેને ધ્યાનમાં રાખીને આગામી લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભાની બેઠક પર તેમની ટક્કર મનસુખ વસાવા સાથે થઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
