સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ તેજ બન્યો છે. આમ આદમી પાર્ટીએ અન્ય પક્ષો કરતા વહેલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.
ચૂંટણીના સત્તાવાર એલાન પહેલા જ 'આપ' દ્વારા કુલ 460 ઉમેદવારોના નામ નક્કી કરાયા છે. જેમાં ખાસ કરીને જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર નગરપાલિકા અને મહાનગરપાલિકા માટેના નામો પણ ફાઈનલ છે. સ્ક્રીનિંગ કમિટી અને હાઈકમાન્ડની મંજૂરી બાદ આ નામો પર મહોર મારવામાં આવી છે.
આગામી દિવસોમાં જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવશે ત્યારે બીજી યાદી જાહેર થાય તેવી શક્યતા છે. આ મુલાકાતને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
AAP નેતા ઈસુદાન ગઢવીએ ટિકિટ વિતરણ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે આ વખતે કોઈ મોટા નેતાઓના સંતાનોને પક્ષમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને રાજનીતિમાં લાવવાનો અને તેમને સત્તા સોંપવાનો છે. ગઢવીએ ઉમેર્યું કે હવે ખરા અર્થમાં સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત ગુજરાતમાં થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
