વલસાડમાં 22 સપ્ટેમ્બરે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે!
રાજ્યમાં નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરીયાદોનો અસરકારક અને ન્યાયિક રીતે ઉકેલ આવી શકે તે માટે મુખ્યમંત્રીએ “જિલ્લા સ્વાગત”, તાલુકા સ્વાગત" કાર્યક્રમ ચાલુ કર્યો હતો.
રાજ્યમાં નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરીયાદોનો અસરકારક અને ન્યાયિક રીતે ઉકેલ આવી શકે તે માટે મુખ્યમંત્રીએ “જિલ્લા સ્વાગત”, તાલુકા સ્વાગત" કાર્યક્રમ ચાલુ કર્યો હતો. જે અંતર્ગત સપ્ટેમ્બર-2022 માસના સ્વાગત કાર્યક્રમ હેઠળ અરજીઓ મંગાવવામાં આવી છે. સપ્ટેમ્બર માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ 21 સપ્ટેમ્બર બુધવારે તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ 22 સપ્ટેમ્બર ગુરૂવારે યોજાનાર છે.

આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવા માંગતા અરજદારોએ પોતાના પ્રશ્નો અને રજૂઆતોના નિકાલ માટેની વિગતવાર અરજી જરૂરી આધાર પુરાવા સાથે 10 સપ્ટેમ્બર સુધીમાં સ્વિકારાશે. આ અરજીઓ પૈકી તાલુકા કક્ષાએ નિકાલ કરવા પાત્ર ગ્રામ/તાલુકાની અરજીઓની તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર કચેરીમાં હાથ ધરાશે. જે દરમિયાન અરજદારોને જે તે મામલતદાર કચેરી દ્વારા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવાની રહેશે.
જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર અરજીઓનો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરવા માંગતા અરજદારોએ પણ 10 તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે. 22 સપ્ટેમ્બરે કલેકટર કચેરી, વલસાડ ખાતે અરજદારોએ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી રજૂઆત કરવાની રહેશે. ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં કોર્ટ કેસ, સબ જ્યુડીશીયલ બાબતો, માહિતી અધિકારી હેઠળની અરજીઓ, સેવાકીય બાબતો, કોઇ ખાતાની નિમણુંકની બાબતો, સર્વિસ મેટર અને અરજદારની સહી વગરની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
