Gujarat Budget 2025: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ 1093 કરોડની જોગવાઇ
Gujarat Budget 2025: આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 3,70,250 કરોડનું ગુજરાત બજેટ રજૂ કર્યું છે. જેમાં બજેટમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ 1093 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ મેડલ મેળવી શકે તે માટે તેઓને ખાસ તાલીમ આપવાનું અને રમતગમત સંકુલોને આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારા ધોરણ સાથે વિકાસ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.
રમતગમત ક્ષેત્રે ₹૫૨૧ કરોડની જોગવાઇ
રાજ્યના વિવિધ જીલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹૧૨૫ કરોડની જોગવાઇ.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ કરવા ₹૩૩ કરોડની જોગવાઇ.
પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹૧૮૨ કરોડની જોગવાઇ
પુરાતન સ્થળોને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા અને સાંસ્કૃતિક વારસાના જતનના ઉદ્દેશથી ૧૨ રક્ષિત સ્મારકોના સંરક્ષણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બીજા ૪ નવા સંગ્રહાલયો નિર્માણાધીન છે.

ગ્રંથાલયો માટે ₹૧૩૮ કરોડની જોગવાઇ
૭૧ તાલુકા મથકોએ નવા ગ્રંથાલયો શરૂ કરવા ₹૧૬ કરોડની જોગવાઇ.
ગ્રંથાલય ભવનોના તબક્કાવાર નિર્માણ માટે આગામી વર્ષમાં ૭ જિલ્લા ગ્રંથાલયો અને ૧૫ તાલુકા ગ્રંથાલયો માટે ₹૧૪ કરોડની જોગવાઇ.
૫૩ આદિજાતિ વિસ્તારના ગ્રંથાલયોમાં ઇ-લાયબ્રેરીની સુવિધાઓ વિકસાવવા માટે આયોજન.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સાહિત્ય અકાદમી માટે ₹૨૦૮ કરોડની જોગવાઇ
રાજ્યના લોકમેળાઓ પુન: જીવિત કરવા તથા કલા મહોત્સવના આયોજન માટે ₹૧૭ કરોડની જોગવાઇ.
દેશ-વિદેશનાં લોકો નરસિંહ મહેતા અને અન્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને જાણી અને માણી શકે તે માટે 'નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર' માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
