છોટાઉદેપુર ખાતે જળશક્તિ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ!
છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલમાં કેન્દ્રના નાયબ સચિવની અધ્યક્ષતામાં જળશક્તિ અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ હતી.
છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલમાં કેન્દ્રના નાયબ સચિવની અધ્યક્ષતામાં જળશક્તિ અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ હતી. છોટાઉદેપુર જિલ્લાના નોડલ અધિકારી એલેકસ થોમસની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં જળશક્તિ અભિયાન અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જળશક્તિ અભિયાન અંતર્ગત સારી કામગીરી કરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા જળશક્તિ અભિયાન અંતર્ગત કરવામાં આવેલી જળસંચય કામગીરીની વિગતે જાણકારી મેળવી ઉપયોગી સૂચનો કર્યા હતા.
નોડલ ઓફિસર અને નાયબ સચિવ એલેકસ થોમસે જિલ્લામાં જલશક્તિ અભિયાન અંતર્ગત થયેલી કામગીરીની વિગતો સાથે આગામી સમયમાં જળશક્તિ અભિયાન અંતર્ગત કરવામાં આવનારી કામગીરીના આયોજનની વિગતો અંગે પણ જાણકારી મેળવી હતી. બેઠકમાં ઉપસ્થિત જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે નોડલ અધિકારીને વિગતે વાકેફ કર્યા હતા. તેમજ તેમણે રાજય સરકાર દ્વારા અમલી સુજલામ સુફલામ જળ અભિયાન અંગે પણ જાણકારી આપી હતી. પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી નોડલ અધિકારી અને નાયબ સચિવ એલેકસ થોમસને જિલ્લાની ભૌગોલિક, સામાજીક, શૈક્ષણિક અને આર્થિક બાબતો અંગે વિગતે છણાવટ કરી હતી. સિંચાઇ વિભાગ, વોટરશેડ તેમજ વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીથી વાકેફ કરાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
