પ્રાકૃતિક પેદાશોના માર્કેટિંગમાં સહકાર આપવા સહકારી ક્ષેત્રના આગેવાનોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અપીલ
રાજ્યમાં કાર્યરત સહકારી સંગઠનો, દૂધ ઉત્પાદક સંઘો, સહકારી ખાંડ ઉત્પાદન સંગઠનો અને સહકારી ક્ષેત્રના આગેવાનો પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ અને માર્કેટ વ્યવસ્થાપનમાં સહયોગ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સહકારી ક્ષેત્રના આગેવાનોને અપીલ કરતાં કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના માર્કેટિંગમાં સહકારી ક્ષેત્રનો સહયોગ મળશે તો આ ઈશ્વરીય કાર્યને વધુ વેગ મળશે. સહકારી આગેવાનોએ રાજ્યપાલની આ અપીલને એકી અવાજે વધાવી લીધી હતી.

ગાંધીનગર-રાજભવનમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કર્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ અને સહકારી અગ્રણી શંકરભાઈ ચૌધરી, અમુલ - ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધ્યક્ષ શામળભાઈ પટેલ, સહકારી ખાંડ ઉત્પાદક સંઘના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ખેતી બેંકના અધ્યક્ષ ડોલરભાઈ કોટેચા ઉપરાંત દોઢથી બે કરોડ નાગરિકોનું નેતૃત્વ કરતા સહકારી આગેવાનોને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દરેક પરિવાર પાસે પોતાના ફેમિલી ડોક્ટર હોય છે એમ પ્રાકૃતિક ફેમિલી ખેડૂત પણ હશે તો ફેમિલી ડોક્ટરની જરૂર ઓછી પડશે. ઘર,પરિવાર, સ્નેહીજનો અને સમાજને પ્રાકૃતિક ખેત પેદાશોનો જ ઉપયોગ કરવા પ્રેરિત કરવા તેમણે સહકારી આગેવાનોને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ દેશ અને રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન વધુ વેગવાન અને પરિણામદાયી બને એ માટે સતત માર્ગદર્શન અને સહયોગ આપી રહ્યા છે. ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, એટલું જ નહીં વધુને વધુ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે.
પ્રાકૃતિક ખેતીથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે એટલે પૂર સામે રક્ષણ મળે છે અને દુષ્કાળના સમયમાં ભૂમિગત ભેજથી જ ખેતી કરી શકાય છે એટલે દુષ્કાળ સામે પણ સુરક્ષા મળે છે. પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયનું ગોબર, ગૌમૂત્ર અને ગોળ-બેસન તથા માટી જેવી ખેડૂતો માટે આસાનીથી ઉપલબ્ધ સામગ્રીની જ જરૂર પડે છે, એટલે ખેત ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે, ખેડૂતની મહેનત પણ ઓછી થાય છે છતાં ઉત્પાદન અને ગુણવત્તા બંને વધે છે. ભૂમિગત જળસ્તર ઊંચું આવે છે. પર્યાવરણ બચે છે. ગૌમાતાની રક્ષા થાય છે. જમીનની ગુણવત્તા સુધરે છે અને લોકોને ઝેરમુકત-સ્વાસ્થ્યપ્રદ પેદાશો મળે છે. પ્રાકૃતિક ખેતી કરતા થઈશું તો આપણે આપણી આવનારી પેઢીને કંઈક આપી શકીશું. તેમણે તમામ આગેવાનોને પ્રાકૃતિક આહાર જ આરોગવા અનુરોધ કર્યો હતો.
રાસાયણિક ખેતીના દુષ્પરિણામો, જૈવિક ખેતી-ઓર્ગેનિક ખેતીથી થતા નુકસાન અને ઓર્ગેનિક ખેતી અને નેચરલ ફાર્મિંગ (પ્રાકૃતિક ખેતી) વચ્ચેના તફાવત તથા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ વિશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિસ્તૃત સમજણ આપી હતી. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ અને રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. આત્માના ખાસ ફરજ પરના અધિકારી દિનેશભાઈ પટેલે સ્વાગત ઉદ્બોધન કર્યું હતું અને આત્માના નિયામક પ્રકાશભાઈ રબારીએ સૌનો આભાર માન્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
