જૂનાગઢમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સોરઠ ધરા સોહામણીનું ગ્રાન્ડ રિહર્સલ યોજાયુ

જૂનાગઢમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ યોજાનારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આજે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું. જેમાં રૂંવાડા બેઠા કરી દેતા જૂનાગઢની ધરાના ઐતિહાસિક પ્રસંગો નૃત્યનાટિકામાં મંચ પર જીવંત થઈ ઉઠ્યા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાનારા આ ગ્રાન્ડ રિહર્સલ કરાયું હતું.

જૂનાગઢ તથા સોરઠની સંસ્કૃતિ, લોકજીવન સહિતની વિશેષતાઓને ગૌરવમય રીતે ઉજાગર કરતી નૃત્ય નાટિકા સોરઠ ધરા સોહામણીનું મંચન થયું ત્યારે લોકો જાણે એ કાળમાં પહોંચીને ઘટના નિહાળતા હોય એવું તાદશ્ય મંચન કરવામાં આવ્યું હતું.

Junagadh

આ સાથે નરસિંહ મહેતાની ભક્તિ તેમજ જૂનાગઢની આઝાદી માટે રચાયેલી આરઝી હકૂમત અને તેની લડાઈના પ્રસંગો પણ જીવંત થયા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમના રિહર્સલ પૂર્વે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ કાર્યક્રમ સંદર્ભેની પર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. કલેકટરે જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, અધિક નિવાસી કલેકટર એન. એફ. ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિતના સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી વ્યવસ્થા માટે પરામર્શ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X