ગુજરાતઃ ડમ્પરે ત્રણ મહિલાઓને કચડી, ગુસ્સે થયેલી ભીડે પૂજારીને પકડીને માર્યો
ગુજરાતમાં ભરૂચ જિલ્લાના ગુમાનદેવ ગામ પાસે એક ઝડપથી આવી ડમ્પરે 3 મહિલાઓને કચડી દીધી.
ગુજરાતમાં ભરૂચ જિલ્લાના ગુમાનદેવ ગામ પાસે એક ઝડપથી આવી ડમ્પરે 3 મહિલાઓને કચડી દીધી. ઘટના સ્થળે ત્રણે મહિલાઓના મોત થઈ ગયા જ્યારે પાસે ઉભેલ એક યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. આ ઘટના બાદ ગામના લોકોની ભીડ એકઠી થઈ ગઈ. અમુક લોકોએ ડમ્પરની ઓળખ માટે ત્યાં બાજુમાં સ્થિત ગુમાનદેવ હનુમાન મંદિરમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવા માંગી. જ્યારે તેમને ખબર પડી કે સીસીટીવી કેમેરા બંધ છે તો તેમનો ગુસ્સો મંદિરના પૂજારી પર તૂટી પડ્યો. લોકોએ ત્યાં જ પૂજારીને પકડી લીધો. ત્યારબાદ તેને જોરદાર માર્યો. સૂચના મળતા પહોંચેલી પોલિસે પૂજારીને ભીડની ચુંગાલમાંથી છોડાવ્યો.

સ્થાનિક લોકોએ જણાવ્યુ કે ત્રણ મહિલાઓને કચડ્યા બાદ ડમ્પર ત્યાંથી જતુ રહ્યુ. આ ઘટના હિટ એન્ડ રનની છે. મૃતકોન ઓળખ ઉચેડિયા ગામની બોરોસિલ કંપનીમાં કામ કરતી મહિલાઓ તરીકે થઈ છે. તે ત્રણે અને એક યુવક ગુમાનદેવ હનુમાન મંદિર પાસે કોઈ વાહનની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ઝડપથી આવતા ડમ્પરે ચારેને ચપેટમાં લઈ લીધા. દૂર્ઘટના બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ હાઈવે પર ચક્કાજામ કરી દીધુ. થોડી વાર પછી પોલિસની વેન આવી. પોલિસના અધિકારીઓએ લોકોને સમજાવીને હાઈને ખાલી કરાવ્યો. ગામના એક વ્યક્તિએ કહ્યુ કે તે ઘણા સમયથી માંગ કરી રહ્યા છે કે ગામ પાસે સ્પીડ બ્રેકર બનાવો પરંતુ કોઈ અધિકારી સાંભળતા નથી. ગામની સીમા હોવાના કારણે અહીં ઘણી વાર અકસ્માત થઈ ચૂક્યા છે.
આ તરફ કચ્છ જિલ્લામાં 2 અલગ અલગ સ્થળોએ ટ્રેલરની ટક્કરથી બે મહિલાઓના મોત થઈ ગયા. એક દૂર્ઘટના ભચાઉ તાલુકાના શિકારપુર-નલિયા રાજમાર્ગ પર શિકારપુર ગામ પાસે ફોરેસ્ટ ચેક પોસ્ટ પાસે રસ્તા પર થઈ. જ્યાં ખાડા ભરવાના કામમાં લાગેલી શ્રમિક મહિલા ફિરોજાબાનુ ઉમરદીન સમાને ટ્રેલરે કચડી દીધી. દૂર્ઘટના બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. બીજી ઘટનામાં મુંદ્રામાં બંદર માર્ગ પર ટ્રેલરની ટક્કરથી સુખિયાદેવી રણજીતદાસનુ મોત થયુ. દૂર્ઘટના બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો. ત્યાં એકઠી થયેલા લોકોએ ટ્રેલરના ક્લીનરને પકડીને પોલિસના હવાલે કરી દીધો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
