નશામાં ધૂત પિતાએ પુત્રની ગોળી મારી કરી હત્યા
રવિવારની મોડી રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક બોરણ ગામમાં પોતાના જ ઘરમાં એક નશામાં ધૂત વ્યક્તિએ આવેશમાં આવીને તેના 18 વર્ષના પુત્રને ગોળી મારી હત્યા કરી હતી.
રવિવારની મોડી રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક બોરણ ગામમાં પોતાના જ ઘરમાં એક નશામાં ધૂત વ્યક્તિએ આવેશમાં આવીને તેના 18 વર્ષના પુત્રને ગોળી મારી હત્યા કરી હતી. મહેન્દ્ર મંડુરિયા નામના છોકરાનું સ્થાનિક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

રવિવારની સાંજે મહેન્દ્રના પિતા પીતામ્બર, જે પશુઓના વેપારી હતા, કેટલાક ગ્રામીણો સાથે ઝઘડો થયો હતો. જે બાદમાં તે ભારે નશાની હાલતમાં ઘરે આવ્યો હતો અને તેની પત્ની પુરી સાથે ઝઘડો થયો હતો. લડાઈ વધી જતાં પિતામ્બરે તેને માર મારવાનું શરૂ કર્યું હતું.
તેને તેની માતાને મારતો જોઈને મહેન્દ્ર તેને બચાવવા દોડી ગયો. મહેન્દ્રની દરમિયાનગીરીથી ગુસ્સે થઈને પીતામ્બરે દેશી બનાવટની રિવોલ્વર કાઢી અને તેની પીઠમાં ગોળી મારી દીધી હતી. જે બાદ કિશોરને તાત્કાલિક લીંબડી શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું.
50 વર્ષીય પીતામ્બર તેના પુત્રને ગોળી મારીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. મહેન્દ્રના મોટા ભાઈએ તેના પિતા વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતક પાંચ ભાઈ-બહેનમાં ચોથા ક્રમે હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
