ગાંધીનગર ખાતે ગ્રીન શિપ રિસાયક્લિંગ અને વ્હીકલ સ્કેપિંગ પર કોન્ફરન્સ યોજાઇ
કેન્દ્રીય વહાણવટા મંત્રાલય દ્વારા આજે તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતૈ "ગ્રીન શિપ રિસાયક્લિંગ અને વ્હીકલ સ્ક્રેપિંગ" પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું હતુ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટ
કેન્દ્રીય વહાણવટા મંત્રાલય દ્વારા આજે તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતૈ "ગ્રીન શિપ રિસાયક્લિંગ અને વ્હીકલ સ્ક્રેપિંગ" પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું હતુ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય વહાણવટા,બંદરો અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલના હસ્તે કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો.

કેન્દ્રીય વહાણવટા,બંદરો અને જળમાર્ગ મંત્રાલય ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) અને ઉદ્યોગ ભાગીદાર તરીકે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) સાથે મળીને "ગ્રીન શિપ રિસાયક્લિંગ અને વ્હીકલ સ્ક્રેપિંગ" પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે. કોન્ફરન્સના બીજા દિવસે ભારતમાં શિપ રિસાયક્લિંગના હબ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત લેવામાં આવશે.
આ કોન્ફરન્સનું આયોજન ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને FICCI સાથે વહાણવટા,બંદરો અને જળમાર્ગ મંત્રાલય દ્વારા અલંગમાં શિપ રિસાઇક્લિંગ ઉદ્યોગની સ્થિતિ દર્શાવવા અને અલંગના શિપ રિસાઇક્લિંગ ઉદ્યોગની વ્હીકલ સ્ક્રેપિંગ ઇન્ડસ્ટ્રી સાથે સિનર્જીની શોધ કરવા ના ઉદ્દેશ સાથે કરવામાં આવી રહ્યું છે.
આ કોન્ફરન્સ ગુજરાતમાં શિપ રિસાયક્લિંગ ઉદ્યોગની વર્તમાન સ્થિતિ અને HKC કન્વેન્શનના અનુપાલનને અપનાવવા વિશે પ્રદર્શિત કરશે. આ કોન્ફરન્સ યુરોપિયન યુનિયન (EU) શિપિંગ ઉદ્યોગ ગુજરાતમાં શિપ રિસાયક્લિંગ સુવિધાઓનો લાભ કેવી રીતે લઈ શકે અને EU સભ્ય દેશો સાથે ભાગીદારીનું અન્વેષણ કરી શકે તે અંગેની વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરાશે.
દિવસભર ચાલનારી કોન્ફરન્સમાં બે સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ સત્રમાં ભારતમાં શિપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રી અને કમ્પ્લાયન્સ પરનું પ્રથમ સત્ર શિપ રિસાયક્લિંગ એક્ટ,GMB ની ભૂમિકા,HKC અને EU શિપ રિસાયક્લિંગ રેગ્યુલેશન (EUSRR) નું પાલન અને સલામત અને ટકાઉ રિસાયક્લિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
વ્હીકલ સ્ક્રેપ પોલિસી પરના બીજા સત્રમાં પોલિસી અગે વિસ્તૃત માહિતી પુરી પડાશે જેનો ઉદ્દેશ્ય જૂના અને અયોગ્ય વાહનોને તબક્કાવાર રીતે દૂર કરવાનો છે.તે વાહન સ્ક્રેપના હબ તરીકે અલંગની ક્ષમતાઓને પણ પ્રદર્શિત કરશે.
કોન્ફરન્સમાં વહાણવટા,બંદરો અને જળમાર્ગો અને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના પ્રતિનિધિઓ,વૈશ્વિક સીઇઓ અને શિપિંગ ક્ષેત્રના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગના પ્રતિનિધિઓ,શિપિંગ લાઇસન્સ, શિપ રિસાઇકલર્સ,શિપ માલિકો સહભાગી થશે અને તેઓ તા.૧૩મી સપ્ટેમ્બરે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત લેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
