8 એપ્રિલના રોજ ગુજરાતની તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન
અદાલતના પ્રશ્નો હલ કરવા જલ્દીથી હલ કરવા ઇચ્છતા હોવ તો તમે પણ 8 એપ્રિલે યોજાનારી લોક અદાલતનો લાભ ઉઠાવી શકો છો. વધુ વાંચો અહીં
8મી એપ્રિલના રોજ ગુજરાતની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલત દ્વારા પડતર કેસોનો ઝડપી નિકાલ થતાં કોર્ટો પર કેસોનું ભારણ ઘટશે લોક અદાલતના માધ્યમ દ્વારા કેસોનું સમાધાન અને નિરાકરણ લાવવામાં આવે છે. અને આવા અભિગમ દ્વારા સમગ્ર દેશમાં આવી લોક અદાલત યોજાઇ રહી છે. આ લોક અદાલતમાં ફોજદારી, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, બેંક વસૂલાત, લગ્ન સંબંધી, મજૂર વિવાદ, જમીન સંપાદન, મહેસુલ, દિવાની વગેરેને લગતા પેન્ડીંગ કેસ અને પ્રિ-લીટીગેશન કેસનો સમાવેશ કરવામાં આવે છે.

આ અદાલત દ્વારા કેસોનો નિવેડો લાવવા માંગતા પક્ષકારોએ હાઇકોર્ટ કાનૂની સેવા સમિતિ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સંયુક્ત સચિવશ્રીએ અપીલ કરી છે. જેથી બંન્ને પક્ષકારોના ઝડપી નિરાકરણ આવી જાય. ઉલ્લેખનીય છે કે લોક અદાલતના માધ્યમ દ્વારા ગુજરાતમાં 3,08,345 જેટલા કેસોનું સુખદ સમાધાન અને નિરાકરણ લાવવામાં આવ્યું છે. ચાલુ વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં 94,300 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. વર્ષ-2016માં લોક અદાલત દ્વારા ૩ લાખથી વધુ કેસોનું નિરાકરણ લાવવામાં આાવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
