રાજ્ય સરકારનો ઉચ્ચ શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય, ૭૮,૦૦૦થી વધારે વિદ્યાર્થીઓને મળશે લાભ
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા તકનીકી શિક્ષણના પાયારૂપ અધ્યાપકોને તાલીમ આપીને તેમના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવા રાજ્ય કટિબદ્ધ છે. જેના ભાગરૂપે રાજ્યની સરકારી ઈજનેરી/ફાર્મસી/પોલીટેકનિક કોલેજો ખાતેના અધ્યાપકોને ઉચ્ચ અભ્યાસ કરવાના લાભો મળી રહે અને તે અન્વયે આ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ અધ્યાપકો દ્વારા મેળવેલ ઉચ્ચ અભ્યાસનો લાભ મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આજે એટલે કે તા. ૨૧ ડિસેમ્બર- ૨૦૨૩ના રોજ Quality Improvement Program-QIPની અમલવારી કરવામાં આવશે.

મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આવેલી ૧૬ ઇજનેરી, ૩ ફાર્મસી અને ૩૧ પોલીટેકનિક કોલેજોમાં કાર્યરત અધ્યાપકોને દેશની ખ્યાતનામ ટેકનિકલ સંસ્થાઓ જેવી કે IIT/NITમાં પૂર્ણ પગારે ઉચ્ચ અભ્યાસ કરવાની તકો ઉપલબ્ધ બનશે. આ Quality Improvement Program-માં અંદાજે ૩,૮૦૦ જેટલા અધ્યાપકોને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ થકી ગુણવત્તા સુધારાનો લાભ મળશે. રાજ્યની સરકારી ટેકનિકલ ક્ષેત્રના અધ્યાપકોને પોતાની શૈક્ષણિક લાયકાતમાં વધારો કરવા માટેની તક ઉપલબ્ધ થવાના પરિણામે રાજ્યની ઇજનેરી/પોલીટેકનિક/ફાર્મસી કોલેજોમાં અભ્યાસ કરતા આશરે ૭૮,૦૦૦થી વધારે વિદ્યાર્થીઓને ગુણવતા યુક્ત શિક્ષણનો લાભ મળશે.
તેમણે કહ્યું હતું કે અધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં સંશોધન અને ઇનોવેશન ક્ષેત્રે રૂચી વધશે, જેનાથી તકનીકી શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો થશે. જેના થકી શૈક્ષણિક સંસ્થા અને ઔદ્યોગિક એકમો વચ્ચે સંશોધન- ઇનોવેશન માટે વધુ સંકલન થઇ શકશે. આ નિર્ણય વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે ઉજ્જવળ તકો સમાન અને લાંબા ગાળા માટે મહત્વનો સાબિત થશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
