આદિજાતિ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 603 કરોડના ખર્ચે વિકાસકાર્યો કરાયા: જગદીશ વિશ્વકર્મા
રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મુખ્યમંત્રીશ્રી વતી માર્ગ અને મકાન વિભાગ સંબંધિત પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ગ્રામસડક યોજના વર્ષ ૨૦૧૬-૧૭થી અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં આ યોજના હેઠળ કુલ રૂ. ૬૦૩.૭૯ કરોડ રકમના ૧૧૦૭ કી.મી લંબાઈના ૪૮૬ કામો મંજૂર કરવામા આવ્યાં છે. આ પૈકી રૂ. ૨૬૮.૯૦ કરોડના ૮૪૪ કી.મી લંબાઇના ૩૩૪ કામો પૂર્ણ કરેલ છે. જેનો આજદિન સુધી ૫૪૬ ગામોની ૭,૦૦,૫૪૦ જનસંખ્યાને લાભ મળ્યો છે. રૂ ૨૮૦.૬૮ કરોડના ૧૦૪ કી.મી લબાઇના ૧૫૮ કાચા/મેટલ સપાટીના રસ્તાને પ્રથમવાર ડામર સપાટીના બનાવવામાં છે. જ્યારે રૂ.૧૬૪.૪૫ કરોડના ૧૦૮ કી.મી લંબાઇના ૬૫ કામો પ્રગતિ હેઠળ છે.

મંત્રી વિશ્વકર્માએ આદિજાતિ જિલ્લાઓમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ અંગે વિગતો આપતાં કહ્યું હતું કે, આદિજાતિ જિલ્લાઓમા કુલ-૦૯ પ્રકારની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના,પંચાયત હસ્તકના મૂળ કામો, ખાસ મરામત, ચાલુ મરામત, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના સિવાયના પંચાયત હસ્તકના કામો, આદિજાતિ વિસ્તારના રાજ્ય રસ્તા, આદિજાતિ વિસ્તારના પુલો વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ હેડ હેઠળ વર્ષ-૨૦૨૨-૨૩માં માર્ગ અને મકાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં કુલ રૂ.૧૪૭.૧૭ કરોડ રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે, તે પૈકી આજદિન સુધી રૂ.૧૨૩.૦૪ કરોડનો ખર્ચ થયો છે.
છોટાઉદેપુર જિલ્લામાં વનબંધુ કલ્યાણ યોજના-૧ હેઠળ કુલ રકમ રૂ.૪૬૮.૮૬ કરોડના ૯૭૫.૩૮ કી.મી લંબાઇના કુલ ૪૦૪ કામો તેમજ વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ કુલ રકમ રૂ.૬૫.૩૯ કરોડના કુલ૨૮ કામો મંજૂર કરવામા આવ્યા છે. જેમાં ૩૫ પ્રાથમિક શાળાઓ અને ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પાકા રસ્તાની સુવિધા મળનાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
