ગુજરાતની જેલોમાં 60 પાકિસ્તાની કેદીઓ બંધ

એવી જ રીતે ગુજરાતમાં આવેલી જેલોમાં 60થી વધારે પાકિસ્તાની કેદીઓ બંધ છે. આ તમામની સલામતી વ્યવસ્થાને રાજ્ય સરકારે વધારે કડક બનાવી દીધી છે. પાકિસ્તાનની જેલમાં ભારતીય કેદી સરબજીત સિંહ પર થયેલા હુમલા બાદ તેના મૃત્યુના સમાચારથી ઉશ્કેરાયેલા ભારતની જેલમાં બંધ ભારતીય કેદીઓએ જેલમાં રહેતા પાકિસ્તાની કેદીઓ પર હુમલો કર્યો હોવાની ઘટનાને પગલે આ અગમચેતી ગુજરાત સરકારે વાપરી છે.
પાકિસ્તાની કેદીઓમાં સૌથી વધારે 40 કેદી જામનગરની જેલમાં છે જ્યારે રાજકોટની જેલમાં 12, પાલનપુરમાં 6 અને અમદાવાદ તથા વડોદરામાં એક-એક પાકિસ્તાની કેદી છે. ગુજરાત સરકારે તમામ જેલો સુપ્રીન્ટેન્ડન્ટ્સને તાકીદ કરી છે કે તેઓ પાકિસ્તાની કેદીઓને એક અલગ જૂથમાં રાખે અને જેલમાં તેમની સલામતીની બરાબર કાળજી રાખે.
જમ્મુની જેલમાં સનાઉલ્લા હક નામના એક પાકિસ્તાની કેદી પર હુમલો થયા બાદ અને તે પહેલા પાકિસ્તાનના લાહોરની જેલમાં ભારતીય કેદી સરબજીત સિંહની કરપીણ હત્યાની ઘટના બાદ ગુજરાતની જેલોમાં બંધ કરાયેલા પાકિસ્તાની કેદીઓની સલામતીને વધારે કડક બનાવવાનો સરકારે નિર્ણય લીધો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
