ગુજરાતમાં નિયમોનું ઉલ્લંઘન કરતી 6 હોમિયોપેથી કોલેજો બંધ થશે
ગાંધીનગર, 16 ડિસેમ્બર : ગુજરાતની 16 સહિત ભારતમાં હાલ 188 હોમિયોપેથિક કોલેજ ચાલે છે. આ તમામ 188 કોલેજમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હોમિયોપેથીએ વર્ષ 2014માં હાથ ધરેલા ઇન્સ્પેક્શનમાં ગુજરાતની 6 સહિત દેશની 121 કોલેજમાં નિયમોનું પાલન થતું ન હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ કારણે સરકાર આ કોલેજો બંધ કરવા વિચારી રહી છે.
આ અંગેની માહિતી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથીના ચેરમેને ડો. રામજી સિંગે આપતા જણાવ્યું કે 'જે કોલેજમાં આજે એક વર્ષ વીતીગયું હોવા છતાં પણ સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, તેવી કોલેજો માટે સરકાર આકરા પગલાં ભરવાનું વિચારી રહી છે.'

પારૂલ આરોગ્ય સેવા મંડળ ખાતે આયોજિત હોમિયોફેસ્ટ - 2014 'નેશનલ સેમિનાર ઓન હોમિયોપેથી'ના સમાપન પ્રસંગે સોમવારે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથીના ચેરમેને ડો. રામજી સિંગ, વાઇસ ચેરમેન તેમજ પૂર્વ ચેરમેન પણ હાજર રહ્યાં હતા.
આ ઉપરાંત દેશના અનેક હોમિયોપેથી પ્રેક્ટિસ કરતા ડોક્ટર્સ અને વિષય તજજ્ઞાોએ હાજરી આપી હતી. જે પ્રસંગે ચેરમેન ડો. રામજી સિંગે જણાવ્યું હતું કે, એમસીઆઇની જેમ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથીના પણ કોલેજના સંચાલન માટેના કેટલાક નિયમો છે. જે નિયમોનું પાલન કોલેજ દ્વારા કરાય છે કે કેમ તે બાબતે 2014 માં કરવામાં આવેલા ઇન્સપેક્શનમાં 121 કોલેજો અમાન્ય ઠરી હતી.
આ 121 અમાન્ય કોલેજમાં 1 કેન્દ્ર સરકાર સંચાલિત, 33 રાજય સરકાર સંચાલિત કોલેજોનો પણ સમાવેશ થતો હતો. ગુજરાતની 6 સહિત121 અમાન્ય ઠરેલી કોલેજોનો અહેવાલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને આપવામાં આવ્યો હતો. જે અહેવાલમાં તમામ કોલેજમાં 2014-15માં પ્રવેશ સામે પ્રતિબંધ મુકવાની ભલામણ કરાઇ હતી.
નવી સરકારમાં તત્કાલીન આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધન દ્વારા તે સમયે તમામ કોલેજ જનરલ માન્યતા આપી સુવિધા સુધારવા માટે એક વર્ષનો સમય અપાયો હતો. જે તમામ કોલેજમાં આજે પણ કોઇ સુધારો જોવા મળી રહ્યો નથી. ત્યારે આગામી ઇન્સ્પેક્શનમાં પણ તમામ કોલેજો અમાન્ય ઠરે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
