GTU સ્ટાર્ટઅપ અને ગુજરાત સરકાર વચ્ચે આરોગ્યલક્ષી સેવાઓ માટે 500 કરોડનાં MOU
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તેનાં સ્થાપના કાળથી જ સ્ટાર્ટઅપ અને ઈનોવેશનના ક્ષેત્રે સમગ્ર ભારતમાં અગ્રસ્થાને રહી છે. આ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ચાર ઝોનમાં કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યા છે.
આ બધા પ્રયત્નોને કારણે સ્ટાર્ટઅપને મદદરૂપ થવા અને ઈનોવેશન ક્ષેત્રે સક્રિયતા માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને એ.આઈ.આર.રેન્કીગમા સમગ્ર ભારતમાં 2020મા બીજુ અને 2021મા પાંચમું સ્થાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે.

આ તમામ પ્રયાસોના કારણે તાજેતરમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી હસ્તકના અટલ ઇન્ક્યુબેશન સેન્ટરનાં ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ પૈકીના એક વાયજીન હેલ્થકેર પ્રા.લિ.એ ગુજરાત સરકાર સાથે 500 કરોડના એમ.ઓ.યુ.પર હસ્તાક્ષર કર્યા છે.
આનો ઉપયોગ જાહેર આરોગ્ય ક્ષેત્રના (૧):-સર્વાઇકલ કેન્સર પ્રિવેન્શન (૨):-થેલેસેમિયા નિવારણ અને (૩):-ગુજરાત પોલીસના વ્યાપક સ્વાસ્થ્ય મૂલ્યાંકન જેવા ત્રણ નિર્ણાયક ક્ષેત્રોને લક્ષ્યાંકિત કરીને તેમની સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવશે.
આરોગ્ય ક્ષેત્રે અત્યંત અગત્યની અને કિંમતી પુરવાર થઈ શકે એવી આ સેવાનો લાભ ગુજરાતની સામાન્ય જનતાને પ્રત્યક્ષ રીતે મળશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ગુણવત્તા જાળવવા માટે આગ્રહી હોવાથી આ અગત્યની આરોગ્યલક્ષી સેવાઓ પણ ગુણવત્તાસભર રહેશે જે સંબંધિત લાભાર્થી માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
