ગુજરાતમાં 5 નવેમ્બરથી ગેસ સિલિન્ડર પર લાગશે 5 ટકા વેટ
અમદાવાદ, 18 સપ્ટેમ્બર : ગુજરાતમાં આગામી 5 નવેમ્બરથી ગેસ સિલિન્ડર પર 5 ટકા વેટ લાગવાનો છે. આ પગલું રાજ્ય સરકારે વેટની વાર્ષિક આવક સરભર કરવા માટે લીધું છે. આ નિર્ણયને અંતિમ ઓપ આપવા માટે આવતા સપ્તાહે ગાંધીનગર ખાતે બેઠક મળવાની છે.
આ નિર્ણય લેવામાં રાજ્ય સરકાર વેટનો બોજ ગ્રાહકો પર ના પડે તેની તકેદારી રાખશે. વેટની રકમ ગ્રાહકના બિલમાં પહેલા ઉમેરાશે પણ તેટલી જ રકમનું ડિસ્કાઉન્ટ ગ્રાહકને પછીથી આપી દેવામાં આવશે એવી વ્યવસ્થા ગોઠવવાની દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકાર એક તરફ ગેસ સિલિન્ડર પર સબસીડી આપી આર્થિક બોજથી બચાવી રહી છે તો બીજી તરફ રાજ્ય સરકાર આર્થિક બોજ વધે તેવા પ્રયત્નમાં છે. આ વિરોધાભાસ હોવા છતાં રાજ્ય સરકાર વેટ પરની તેની ર્વાષિક રૂપિયા 900 કરોડની આવકને પહોંચી વળવા આગામી 1 નવેમ્બરથી ગેસ સિલિન્ડર પર પાંચ ટકાનો વેટ લગાવવા જઈ રહી છે.
આ મુદ્દાને આખરી ઓપ આપવા આવતા સપ્તાહે ગાંધીનગર ખાતે પુરવઠા વિભાગ અને દેશભરના એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સના પ્રતિનિધિઓ તથા ઓઈલ કંપનીઓના અધિકારીઓની બેઠક મળશે. ગેસ સિલિન્ડર પર પાંચ ટકા વેટ લગાવવાથી ગ્રાહકોને સમસ્યા નડશે નહીં. કારણ કે ગ્રાહકના બિલમાં વેટની રકમ પહેલા ઉમેરાશે પણ તેટલી જ રકમનું ગ્રાહકને ડિસ્કાઉન્ડ અપાશે. સિલિન્ડર પર લાગતા વેટનો બોજો ગ્રાહકો પર નહીં પડે ઓઈલ કંપનીઓ આ વેટ ભરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
