ગુજરાતના ખેડૂતોના હિતાર્થે રૂ. ૪૫ કરોડની જોગવાઈ સાથે વધુ એક યોજના અમલમાં મૂકાઈ
દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવકમાં પણ વધારો થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના ખેડૂતો ખેતીની પરંપરાગત પદ્ધતિ ઉપરાંત વૈજ્ઞાનિક અભિગમ સાથેની આધુનિક પદ્ધતિ અપનાવીને વધુ આવક મેળવી શકે તે માટે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા વધુ એક નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

બાગાયત ખાતા દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજના અંગે માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ફળપાકોના એકમ વિસ્તારમાં મહત્તમ ફળઝાડના વાવેતર થકી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે છે. રાજ્યના ખેડૂતો ક્રોપ ડાઇવર્સીફીકેશન કરી આંબા અને જામફળ સહિતના ફળપાકમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ તેમજ કેળ પાકમાં ટીસ્યુકલ્ચર ટેકનોલોજી અપનાવી પોતાની આવકમાં વધારો કરી કરી શકે છે. રાજ્યના ખેડૂતો બાગાયતી પાકોમાં ફળપાકોનું ગુણવત્તાયુક્ત કલમો અને રોપાથી વાવેતર કરતા થાય તે માટે જ રાજ્ય સરકારે વધુ એક પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે. આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં રૂ. ૪૫૦૦ લાખ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.
મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, આ નવી યોજના હેઠળ ખેડૂતોને આંબા પાકના વાવેતરમાં કલમ દીઠ મહત્તમ રૂ. ૧૦૦ અથવા પ્રતિ કલમ ખરેખર થયેલ ખર્ચ બંનેમાંથી જે ઓછું હોય તેને ધ્યાને લઇ મહત્તમ રૂ. ૪૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટિંગ મટીરીયલના ખર્ચના ૫૦ ટકા લેખે મહત્તમ રૂ. ૧૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, જામફળ પાકમાં કલમ કે ટીસ્યુ રોપા દીઠ મહત્તમ રૂ. ૮૦ અથવા પ્રતિ કલમ/ટીસ્યુ રોપા દીઠ ખરેખર થયેલ ખર્ચ બંનેમાંથી જે ઓછું હોય તેને ધ્યાને લઇ મહત્તમ રૂ. ૪૪,૦૦૦ પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટિંગ મટીરીયલના ખર્ચના ૫૦ ટકા લેખે મહત્તમ રૂ. ૬,૦૦૦ પ્રતિ હેકટર સહાય ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. આવી જ રીતે કેળપાકમાં પણ ટીસ્યુકલ્ચર રોપા દીઠ મહત્તમ રૂ.૫ સહાય ધ્યાને લઇ મહત્તમ રૂ. ૧૫,૦૦૦ પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે.
મંત્રી પટેલે કહ્યું હતું કે, આ યોજના થકી ગુજરાતમાં આંબા પાકનો વાવેતર વિસ્તાર ૨૫૦૦ હેકટર, જામફળ પાકનો વાવેતર વિસ્તાર ૨૦૦૦ હેકટર તથા કેળ પાકનો વાવેતર વિસ્તાર ૧૫,૦૦૦ હેક્ટર વિસ્તાર મળી રાજ્યમાં બાગાયતી પાકનો વાવેતર વિસ્તાર કુલ ૧૯,૫૦૦ હેકટર જેટલો વધારવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ લક્ષ્યાંકને પહોંચી વળવા બાગાયત ખાતાની નવી યોજના ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સંપૂર્ણપણે પારદર્શિતાના અભિગમ સાથે ફળ પાક ઉત્પાદકતા વધારવા માટેના આ કાર્યક્રમ અંતર્ગત મળવાપાત્ર સહાય DBTના માધ્યમથી સીધા જ ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કૃષિ મંત્રીએ આ યોજનાના અમલીકરણ બદલ રાજ્યના ખેડૂતો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.
સંભવિત પૂર પ્રભાવિત વિસ્તારના આંકલન માટે ટૅક્નોલોજીની મદદથી ઇન હાઉસ નકશા (Geospatial) તૈયાર કરવા:
એકમ દ્વારા ગાંધીનગર ખાતે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નદીઓના બેઝિનવાર પૂર પ્રભાવિત વિસ્તારમાં તાંત્રિક દેખરેખ અને સંકટ સમયે ઉપયોગી થાય તે માટે યુવા ઇજનેરો દ્વારા ઇન હાઉસ વિવિધ માહિતીસભર નક્શા (Geospatial) તૈયાર કરવામાં આવે છે. વરસાદ અને પૂરના પ્રવાહ ક્યાં, કેટલી માત્રામાં, ક્યારે, ક્યાંથી ક્યાં અને અસર પામતાં ગ્રામીણ વિસ્તારો માટેના નક્શાઓ પણ અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરી ક્ષેત્રિય અધિકારીઓને અભ્યાસ માટે એકદમ સરળતાથી ઉપલબ્ધ કરાવામાં આવે છે.
તાજેતરમાં ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં સૌરાષ્ટ્ર અને કચ્છના તટીય નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શક્યતાદર્શી નક્શા આગોતરા તૈયાર કરવાથી આ વિસ્તારમાં જાન અને માલની નુકસાની અટકાવવામાં ખૂબજ મદદરૂપ થયા હતા. આમ ઇજનેરી કૌશલ્ય હોય કે પાણીના વહિવટની સુઝ કે હોનારત સમયે જરૂરી માહિતીનું તાત્કાલિક અને સચોટ આદાન પ્રદાન હોય તેના માટે ગુજરાતનું મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ સતત કાર્યરત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
